જામનગર : જામનગરની બેઠક પરથી bjpની ટિકીટ પર વિધાનસભા ચૂંટણીમાં ઝુંકાવનાર ક્રિકેટર Ravindra Jadeja ના પત્ની રિવાબા સામે નણંદ નયનાબા ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. રિવાબા સેલીબ્રીટી છે અને Election નહીં જીતી શકે તેવો કટાક્ષ કર્યો છે.
રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાએ એમ કહ્યું કે મારા ભાભી રિવાબાની વિધાનસભા Election જીતવાની શકયતા ધુંધળી છે. કારણ કે તેઓ સેલીબ્રીટી છે અને લોકો એવું ઈચ્છે છે કે સ્થાનિક નેતા બેઠકનું પ્રતિનિધિત્વ કરે જેઓ પ્રજા માટે કામ કરી શકે.
રિવાબાને ચૂંટણી મેદાનમાં ઉતારવાના bjpના નિર્ણય અને ટિકીટ ફાળવાયાના એક દિવસ બાદ નયનાબાએ આ ઉકળાટ ઠાલવ્યો છે
તેઓએ કહ્યું કે રિવાબાને રાજકારણ કે ચૂંટણીનો અનુભવ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની બેઠકનું મતદાન પ્રથમ તબકકામાં ૧લી ડિસેમ્બરે યોજાવાનું છે. BJP દ્વારા જામનગર ઉતરતી બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને હટાવીને રિવાબાને ટિકીટ આપવામાં આવી છે જ્યારે તેમના નણંદ એવા નયનાબા Congressના સ્થાનિક નેતા છે.
Nayanaba એ કહ્યું કે રિવાબાને મેદાનમાં ઉતારીને ભાજપ ચૂંટણી નહીં જીતી શકે. લોકોને એવા ઉમેદવાર પસંદ હોય છે જેઓ સંકટ સમયે તેમની પડખે રહે, કાયમી ફોન ઉપાડે. રિવાબા તો સેલીબ્રીટી છે અને મશહુર લોકો પ્રજાના કામ નથી કરતા. કોંગ્રેસે આ બેઠક પર દીપેન્દ્રસિંહ જાડેજાને ટિકીટ આપી છે. Nayanabaએ તેમનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
Other News : કોંગ્રેસે ગુજરાતનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો : ૫૦૦ રૂ.માં ગેસ સિલિન્ડર સહિતના ૮ વાયદા કર્યા