ટોક્યો : જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાવા જઇ રહેલી ઓલિમ્પિકમાં કોરોનાનો કહેર ચાલુ છે. આ રમતના સીઇઓ તોશીરો મુટોએ શનિવારે કન્ફર્મ કર્યુ હતુ કે એથ્લીટ સ્થળ પર શનિવારે પહેલો કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો છે. પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રમતમાં ભાગ લેવા જઇ રહેલા બે એથ્લીટ પણ કોરોના પોઝિટીવ આવ્યા છે.
કોવિડ પોઝિટિવ થયા હોવાની જાણકારી બાદ ઓલિમ્પિક ગામમાં રહી રહેલા આ બંને એથ્લીટને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ખેલ આયોજકોએ આઠ જુલાઇએ જાહેરાત કરી હતી કે કોઇપણ દર્શકને ટોક્યો અને આસપાસના ત્રણ પ્રાંતમાં સ્થિત એથલીટ સ્થાનમાં પ્રવેશની અનુમતિ આપવામાં નહી આવે.કારણ કે જાપાનની રાજધાની ટોક્યોમાં કોરોના મહામારીની સ્થિતિ બગડવાના કારણે ઇમરજન્સી લગાડવામાં આવી છે.
Related News : ટોક્યો ઓલિમ્પિકમાં કોરોનાની એન્ટ્રી, ખેલ ગામમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો