Charotar Sandesh
વર્લ્ડ

માલદીવ છોડીને પણ ભાગ્યા શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે : હવે પહોંચ્યા સિંગાપુરમાં

રાષ્ટ્રપતિ રાજપક્ષે (gotabaya rajapaksha)

શ્રીલંકા : શ્રીલંકામાં ભારે કટોકટી ચાલી રહી છે, જેને તીવ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જેને લઈ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમની પત્ની હવે Singapore માં રહેશે તેમજ આગળ મિડલ ઇસ્ટ દેશોની યાત્રા કરશે નહી.

મીડિયા રિપોર્ટો તરફથી મળતી માહિતી અનુસાર શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે (gotabaya rajapaksha) તેમજ તેમની પત્ની, તેમની ફ્લાઈટ તેઓને સિંગાપુર લઇ ગઇ હતી. રાષ્ટ્રપતિ રાજપક્ષે, તેમની પત્ની ઇઓમા અને બે સુરક્ષા અધિકારીઓને ગઈકાલે રાત્રિના સમયે સિંગાપુર જનાર સિંગાપુર એરલાઇન્સની ઉડાનમાં સવાર થવાનું હતું.

PM રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના વચગાળાના રાષ્ટ્રપતિના રૂપમાં નિયુક્ત કરાયા છે

૭૩ વર્ષીય રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે (gotabaya rajapaksha) તારિખ ૯ જુલાઇના રોજ તેમના આવાસ પર પ્રદર્શનકારીઓની ભીડે કબજો જમાવતાં તે ફરાર થયા હતા. તો બીજી તરફ આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની યાત્રાને લઇને સિંગાપુર દેશ વિદેશ મંત્રાલયના મતે તે અહીં ખાનગી યાત્રા છે. તેમણે શરણ માંગી નથી અને ના તો તેમને શરણ આપવામાં આવી છે. આ પહેલાં રાષ્ટ્રપતિ રાજપક્ષે (gotabaya rajapaksha) એ જાહેરાત કરી હતી કે તે બુધવારે પોતાનું રાજીનામું સોંપી દેશે. જે બાદ રાજપક્ષે (gotabaya rajapaksha) પોતાની પત્ની સાથે માલદીવ ભાગી ગયેલ, ત્યારબાદ તેમણે પીએમ રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના વચગાળાના રાષ્ટ્રપતિના રૂપમાં નિયુક્ત કરાયા છે.

Other News : બ્રિટનમાં ભારતીય મૂળના ઋષિ સુનકે મજબૂત પકડ બનાવી લીધી છે : બીજા તબક્કામાં પણ જીત મેળવી

Related posts

૨૦૨૪ સુધી ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય : મોદી

Charotar Sandesh

વિશ્વમાં યોગ્ય રીતે લોકડાઉન હટાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ વણસી જશે : WHOની ચેતવણી…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયામાં ડેલ્ટા વેરિઅન્ટનો તાંડવ, બ્રિસ્બેનમાં લોકડાઉનની જાહેરાત…

Charotar Sandesh