સુરત : વિધાનસભામાં ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધને પગલે મોડી રાતથી વહેલી સવાર સુધી નર્મદા અને તાપી નદીમાં દૂધ ઠલવાયાના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યા છે.
જેમાં સુરતમાં માલધારીઓ દ્વારા પોતાની માંગણીને લઈ વિરોધ કરાઈ રહ્યો છે, ગઈકાલથી જ માલધારી સમાજ દ્વારા લોકો સુધી દૂધનું સપ્લાય બંધ કરવા પ્રયાસો હાથ ધરેલ, અને આજે સવારથી દૂધ વેચાણ બંધ રાખી હજારો લિટર દૂધ તાપી નદીમાં વહેડાવી દીધેલ હતું.
સુરતમાં વહેલી સવારથી જ દૂધની અછત વર્તાવાની શરૂ થઈ છે, દુકાનોમાં સ્ટોક પૂરો થઈ ગયો હતો
આ સાથે સુરતના અડાજણમાં આવેલી સુરભી ડેરીમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવેલ, મોટી સંખ્યામાં લોકોના ટોળાએ પહોંચી તોડફોડ કરેલ.
બીજી તરફ ભરૂચના માલધારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ નર્મદા નદીમાં હજારો લીટર દૂધ વહેડાવ્યું હતુંં, અને ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
Other News : ચુંટણી માહોલ જામ્યો :આણંદ-ખેડા જિલ્લાના ત્રણ-ત્રણ ધારાસભ્યોને રીપીટ કરાયા હોવાના અહેવાલો વહેતા થયા