નરેશ પટેલે ભાજપના મોટા નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હોવાની ચર્ચા
નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને મંત્રી બનાવવાની આપી ઓફર અપાઈ હોવાની ચર્ચા
ભાજપે પસંદગીના કેટલાકને ટિકીટ અને નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને મંત્રી બનાવની આપી ઓફર
ગાંધીનગર : આગામી વિધાનસભાની ચુંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ સર્જાવા પામી છે, ગત સપ્તાહે ખોડલધામના નરેશ પટેલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રશાંત કિશોર સાથે બેઠક કરતાં અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે, ત્યારે આગામી ૧પ એપ્રિલની આસપાસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં નરેશ પટેલ કોંગ્રેસમાં એન્ટ્રી કરે તેવી સંભાવના જણાઈ રહી હતી.
સસ્પેન્સ વચ્ચે નરેશ પટેલ બંને પક્ષો સાથે કરી રહ્યા છે મેરેથોન બેઠક, ઓફરો અપાઈ
ત્યારે હવે નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઈ ભારે સસ્પેન્સ ઉદ્ભવા પામી છે, ત્યારે ભાજપ દ્વારા નરેશ પટેલને મોટી ઓફરો આપવામાં આવી રહી છે અને મોટા નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હોવાની ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ, ભાજપે પસંદગીના કેટલાકને ટિકીટ અને નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને મંત્રી બનાવવાની ઓફર આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પહેલા કોંગ્રેસે ઓફર આપી છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો કેમ્પેઈનિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવશે.
Other News : વિવાદમાં યુવરાજ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ પર રાજકારણ ગરમાયું, શું છે મામલો