Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ૭ જાન્યુઆરી સુધીમાં ૨.૫ લાખ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ

કોરોના વેક્સિન

રાજયમાં ૧૫થી ૧૮ વર્ષ સુધીના બાળકોની વેક્સિન આપવાનું શરૂ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો.

મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.inપોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરના કોબાથી વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો છે. બીજી બાજુ અમદાવાદમાં પણ સ્કૂલોમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. શહેરની સ્કૂલોના કેમ્પસમાં રસી માટે અલગ અલગ રૂમની ફાળવણી કરવામાં આવી છે. ઈસનપુરની વેદાંત સ્કૂલમાં રસી લેનાર કિશોર અને કિશોરીઓને કપાળે તિળક કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ તેમની વેક્સિનેશન રૂમમાં મોકલવામાં આવી રહ્યાં છે. તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના ગ્રાઉન્ડમાં સોશિયલ ડિસ્ટનસ સાથે બેસાડવામાં આવ્યા છે, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા પણ સ્કૂલમાં હાજર રહ્યા છે.સ્કૂલમા ૧૫ થી ૧૮ વર્ષના ૧૦૦૦ જેટલા બાળકો છે જે તમામને રસી આપવામાં આવશે.

અમદાવાદ જિલ્લાના ૧૫-૧૮ વર્ષના અંદાજિત ૧,૦૫,૫૬૮ વિદ્યાર્થીઓને આજથી કોવેક્સિનની રસી આપવામાં આવશે. સ્કૂલો, પીએચએસી સેન્ટર, સબ સેન્ટર પર પણ બાળકોને વેક્સિન આપવાનું આયોજન કરાયું છે. આરબીએસકે ટીમ અને શિક્ષકોની ટીમ કાઉન્સેલિંગ કરીને વિદ્યાર્થીઓને વેક્સિન અપાવવા વાલીઓ તૈયાર થાય તે રીતે સમજાવાશે. પીએચસી સેન્ટર પર તારીખ-સમય ફાળવાશે. સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી રસી આપવામાં આવશે.

Other News : ડભોઈમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઈ ગઈ : ભાજપ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું વિવાદાસ્પદ નિવેદન

Related posts

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ : રફ ડાયમંડની ખરીદી ૧૦ વર્ષના તળિયે પહોંચી…

Charotar Sandesh

થરાદમાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં…

Charotar Sandesh

અમદાવાદ-વડોદરા સહિત આ જિલ્લાઓના વાતાવરણમાં પલટો : વીજળીના ચમકારા સાથે વરસાદ

Charotar Sandesh