Charotar Sandesh
ઈન્ડિયા

આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો : બે આતંકી ઠાર અને ૩ જવાન શહીદ

જમ્મુ કાશ્મીર

જમ્મુકાશ્મીર : જમ્મુકાશ્મીર (jammu kashmir) ખીણ પ્રદેશના રાજૌરીમાં આંતકીઓ દ્વારા સેનાના કેમ્પ પર આત્મઘાતી હુમલો કરાયો હતો. આર્મીએ વળતા જવાબમાં બંને આતંકીઓને ઠાર માર્યા છે, પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘટનામાં સેનાના ૩ જવાન પણ શહીદ થયા છે. જ્યારે કેટલાક જવાન ઘાયલ થયા છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરું કરેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓએ કેમ્પમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેનાના જવાનોની સતર્કતાના કારણે તેમનો મનસૂબો સફળ થયો ન હતો. હાલ કેમ્પની આસપાસના વિસ્તારમાં બીજા પણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. રાજૌરી જિલ્લામાં બોમ્બ સ્ક્વોડે એક જૂના અને કાટ ખાઈ ગયેલા ગ્રેનેડને નિષ્ક્રિય કર્યો હતો. ગામના કેટલાક લોકોએ મંજાકોટ વિસ્તારમાં ગમબીર મુગલનમાં એક ગટર પાસે ગ્રેનેડ પડેલો જોયો હતો. જેમણે સ્થાનિક પોલિસને આ અંગે જાણકારી આપી હતી.

જે બાદ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી અને પોલીસ ટીમ અને બોમ્બ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચીને વિસ્ફોટકને કબ્જે કરી તેને નિષ્ક્રિય કર્યો હતો

આ પહેલા જમ્મુ કાશ્મીર (jammu kashmir) ના બડગામ જીલ્લામાં બુધવારે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ૩ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. સુરક્ષા દળોએ જિલ્લામાં ખાનસાહેબ વિસ્તારના વોટરહેલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ તેમણે ઘેરાબંધી કરીને સમગ્ર વિસ્તારમાં શોધ અભિયાન ચલાવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન આંતકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ વરસાવવાની શરુ કરી દેતા સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં બદલાઈ ગયું હતું.

Other News : વીજળી બાદ હવે કોઇ આવીને કરી શકે છે પેટ્રોલ-ડીઝલ ફ્રી ની જાહેરાત કરશે : પીએમ મોદીનો કટાક્ષ

Related posts

દિલ્હી-હરિયાણા બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે હિંસક અથડામણ…

Charotar Sandesh

આવનારા થોડા દિવસોમાં જ દેશવાસીઓને મળશે કોરોના રસી : ડો.હર્ષવર્ધન

Charotar Sandesh

કોરોના સંકટ : ૧.૭૦ લાખ કરોડનું જંગી રાહત પેકેજ…

Charotar Sandesh