Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોનું વેચાણ આ શહેરમાં નોંધાયું

ઈલેક્ટ્રિક વાહનો

સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોમાં સબસીડી આપતાં

સુરત આરટીઓએ ઓગસ્ટ ૨૦૨૧થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ૨૬૨૭ ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન કર્યું છે

સુરત : ગુજરાતમાં ધીરે-ધીરે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈ બચતના ભાગરૂપે ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધી રહ્યું છે. ત્યારે સુરત આરટીઓએ ઓગસ્ટ ૨૦૨૧થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ૨૬૨૭ ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન કર્યું છે જેમાં તમામ વાહન સબસીડીના પાત્ર નથી. તેમાંથી ૧૧૩૨ વાહન માલિકોને ૨,૪૬,૧૬,૦૦૦ની સબસીડી આરટીઓ દ્વારા આપવામાં આવી છે.

૧.૫ લાખની કિંમતના ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનની ખરીદી કરનાર વાહન માલીક સબસીડીને પાત્ર ગણાશે. એ જ રીતે ૫ લાખ સુધીના ત્રણ પૈડા વાળા અને ૧૫ લાખ સુધીના ફોરવ્હિલર પર સબસીડી મળશે. ૧૫ લાખથી વધુ કિંમતના વાહન સબસીડીને પાત્ર ગણાશે નહીં. સબસીડી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.અમદાવાદ ૧૧૦૦ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ સાથે બીજા ક્રમે છે, જ્યારે રાજકોટના ૪૬૦ અને વડોદરામાં ૩૫૦ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે.

રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોમાં દ્વિચક્રી વાહનો પર ૨૦ હજાર અને ૧.૫૦ લાખની સબસીડી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સબસીડીની તમામ અરજીઓની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે, ઉપરાંત વધુ ૫૦ બનાવવા મંજૂરી પણ મળી ગઇ છે.

સરકાર દ્વારા સબસીડી આપવામાં આવતા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. આરટીઓમાંથી મેળવેલ છેલ્લા ૬ મહિનાના આંકડા અનુસાર રાજ્યમાં સૌથી વધું ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ સુરતમાં થયું છે.ઓગસ્ટ ૨૦૨૧થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી સુરતમાં કુલ ૨૬૨૭ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. જેમાં કાર અને દ્વિચક્રી સહિતના વાહનોનો સમાવેશ થાય છે.

Other News : ગુજરાતના કચ્છના સસ્પેન્ડ કરાયા ૩ પોલીસકર્મીઓની વહારે રવિના ટંડન આવી

Related posts

ફરી મોતની આગ : ભરૂચની કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ : મોતનો આંકડો ૧૬ થયો…

Charotar Sandesh

જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાં રાજીનામું આપ્યું, હવે ભાજપ પાર્ટીમાં જોડાશે, પાટીલ સાથે ફોટો શેર કર્યો

Charotar Sandesh

રૂપાણી સરકારનું રૂપાળુ પેકેજઃ ૧ લાખની લૉન માત્ર ૨ ટકાના દરે મળશે…

Charotar Sandesh