પ્રધાનમંત્રી મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો, એક કરોડ નવા લોકોને મળશે ફ્રી ગેસ સિલિન્ડર
ન્યુ દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજના (Ujvala Yojana)ના બીજા તબક્કાનો શુભારંભ કર્યો છે. યોજનાની શરૂઆત ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના લાભાર્થીઓને એલપીજી કનેક્શન સોંપીને કરવામાં આવી છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. પીએમ મોદીએ આ દરમિયાન દેશની જનતાને સંબોધિત પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, આજે ઉજ્જવલા યોજના (Ujvala Yojana) ના આગામી તબક્કામાં અનેક બહેનોને ફ્રી ગેસ કનેક્શન અને ગેસનો ચુલો મળી રહ્યો છે. હું બધા લાભાર્થીઓને ફરીથી ખુબ-ખુબ શુભેચ્છા આપુ છું. તેમણે કહ્યું કે આજે હું બુલેંદખંડના વધુ એક અને મહાન સંતાનને યાદ કરી રહ્યો છું. મેજર ધ્યાન ચંદ, આપણા દદ્દા ધ્યાનચંદ. દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર થઈ ગયુ છે. મને વિશ્વાસ છે કે ઓલિમ્પિકમાં આપણા યુવા સાથીઓના અભૂતપૂર્વ પ્રદર્શન વચ્ચે ખેલ રત્ન સાથે જોડાયેલું દદ્દાનું નામ લાખો કરોડો યુવાઓને પ્રેરિત કરશે.
પીએમએ કહ્યું, પાછલા વર્ષે સાત દાયકાની પ્રગતિને અમે જોઈએ તો આપણે જરૂર લાગે છે કે કેટલીક સ્થિતિઓ, કેટલીક સ્થિતિ એવી છે કે જેને ઘણા દાયકા પહેલા બદલી શકાતી હતી. ઘર, લાઇટ, પાણી, શૌચાલય, ગેસ, રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ, જેવી અનેક મૂળ જરૂરીયાત છે જેની પૂર્તી માટે દાયકાઓ દેશવાસીઓએ રાહ જોવી પડી, આ દુખદ છે.
આપણે પુત્રીઓ ઘર અને રસોઈથી બહાર નિકળી રાષ્ટ્રનિર્માણમાં વ્યાપક યોગદાન ત્યારે આપી શકશે, જ્યારે પહેલા ઘર અને રસોઈ સાથે જોડાયેલી સમસ્યાઓ હલ થશે. તેથી છેલ્લા ૬-૭ વર્ષોમાં આવા દરેક સમાધાન માટ મિશન મોડ પર કામ કરવામાં આવ્યું છે. બહેનોના સ્વાસ્થ્ય, સુવિધા અને સશક્તિકરણના આ સંકલ્પને ઉજ્જવલા યોજના (Ujvala Yojana) એ ખુબ મોટુ બળ આપ્યું છે. યોજનાના પ્રથમ તબક્કામાં આઠ કરોડ ગરીબ, દલિત, વંચિત, પછાલ, આદિવાસી પરિવારોની બહેનોને ફ્રીમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨ કરોડથી વધુ ગરીબોને પાકા મકાન આપવામાં આવ્યા છે. આ ઘરોનો માલિકી હક મહિલાઓનો છે.
Other News : ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને આ અઠવાડિયે મંજૂરી મળે તેવી શક્યતા