Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના આ શહેરોના આકાશમાં ઉત્તરાયણની સાંજે પતંગની સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દેખાશે, જાણો

આકાશમાં ઉત્તરાયણ

નવીદિલ્હી : સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાં આ નજારો સૌથી વધુ સાંજના સમય મુજબ જોવા મળશે જેમાં રાજકોટમાં ૭ કલાક ૩૫ મિનિટ અને ૫૭ સેકન્ડ, અમદાવાદમાં ૭ કલાક ૩૬ મિનિટ અને ૫૨ સેકન્ડ, ધ્રોલમાં ૭ કલાક ૩૫ મિનિટ અને ૩૬ સેકન્ડ, દ્વારકામાં ૭ કલાક ૩૫ મીનિટ અને ૩૯ સેકન્ડના સમયે મધ્ય આકાશમાં નરી આંખે જોઈ શકાશે.

અવકાશ સંશોધન ક્ષેત્રે ખુબ ઉપયોગી પુરવાર થયેલા આ સ્પેસ સ્ટેશનની આ સમયે પ્રકાશની તીવ્રતા. -૩.૯ એટલે કે શુક્રના ગૃહ જેટલું પ્રકાશીત દેખાશે

આ સ્પેસ સ્ટેશન ખુબ જ ચમકતું હોવાથી મધ્ય આકાશમાં અને બ્રમ્હમંડળના ચમકતા તારા બ્રમ્હહ્રદય પાસેથી પસાર થશે. ત્યારે નરી આંખે ૪ મિનિટ સુધી જોઈ શકાશે.પૃથ્વીથી ૪૦૮ કિમી.ની ઊંચાઈ એ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આવતીકાલે ૧૪મી જાન્યુઆરીના સાંજે નરી આંખે જોઈ શકાશે.

જામનગર સહિત રાજ્યના નભોમંડળમાં ઉત્તરાયણના રોજ શુક્રવારે સાંજે આ અવકાશી અલભ્ય નજારો જોવા મળવાનો છે. ત્યારે રાજ્યની ખગોળપ્રેમી જનતા એ આ અવકાશી ઘટનાનો લહાવો લેવા અનુરોધ કરાયો છે. આ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાલમાં ૭ યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે. ૭૩.૦ મીટરની લંબાઈ અને ૧૦૯ મીટરની પહોળાઇ ધરાવતું આ યાન ૭.૬૬ કિમી. પ્રતિ સેકન્ડની ઝડપે દર ૯૨.૬૮ મીનીટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યુ છે. જેણે ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં પૃથ્વીની ૧,૩૧,૪૪૦ પ્રદક્ષિણા કરી લીધી છે.

જામગનર ખંગોળ મંડળના કિરીટભાઈ શાહે જણાવ્યુ કે ૧૪ જાન્યુઆરીએ જામનગર, રાજકોટ, અમદાવાદ સહીત શહેરમાંથી પ્રસાર થતા જોઈ શકાશે. જામનગર શહેરના નભોમંડળમાં ૧૪ જાન્યુઆરીને શુક્રવારના સાંજે ૭ વાગ્યાને ૩૦ મિનિટ અને ૨૯ સેકન્ડ પછી આ યાન દેખાવાનો પ્રારંભ થશે, અને ૭ વાગ્યાને ૩૫ મિનિટને ૫૨ સેકન્ડ સુધી દક્ષિણ પશ્ચિમમાં અને ત્યાર પછી દક્ષિણ પૂર્વમાં જોઈ શકાશે. જે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઊગીને મધ્ય આકાશમાં મેષ રાશિમાંથી પસાર થઇ ચંદ્ર પાસે નીહાળી શકાશે.

Other News : પતંગરસિકો માટે સમાચાર : ગુજરાતમાં ઉત્તરાયણના બે દિવસને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી

Related posts

એકાઉન્ટ બંધ થઇ જશે તેવું કહી ગઠિયાએ વેપારીના ખાતામાંથી ૩.૫૨ લાખ ઉપાડી લીધા…

Charotar Sandesh

શૈક્ષણિક લાયકાતનું કારણ ધરી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ…

Charotar Sandesh

ધોરણ 12ની પરીક્ષાઑ હાલની પદ્ધતિ પ્રમાણે જ લેવામાં આવશે, પહેલી જુલાઇથી શરૂ થશે પરીક્ષા…

Charotar Sandesh