Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ સિવિલ હોસ્પિટલ સાકાર કરવાનો મુદ્દો ફરી લોલીપોપ બની રહ્યો : નગરજનોમાં રોષની લાગણી, જુઓ

આણંદ સિવિલ (civil) હોસ્પિટલ

આણંદ : છેલ્લા અઢી દાયકાથી આણંદ ખાતે જીલ્લા સ્તરની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ (civil hospital) સાકાર કરવાની પ્રબળ માગ ઉઠતાં સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨ તથા ૨૦૧૭ના વિધાનસભા જંગ પૂર્વ બે સ્થળ બાકરોલ બાદ નાવલી નજીક ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છતાં સિવિલ મુદ્દો લોલીપોપ બનવા પામ્યો હતો.

જોકે વર્ષ ૨૦૧૬માં તત્કાલીન કલેક્ટર દ્વારા વ્યાયામશાળાની જગ્યા સિવિલ માટે આરોગ્ય વિભાગને ફાળવી હતી

છતાં સ્થાનિક નેતાઓની ઉભા કરી મુદાને બાઇબાઇચારણીના ખેલ રચવામાં આવવા છતાં વર્ષ ૨૦૨૦માં રાજ્ય સરકારે સિવિલ (civil) વ્યાયામશાળાની જગ્યાએ સાકાર કરવા કટીબધ્ધતા વ્યક્ત કરતાં ગત ફેબ્રુઆરીમાં સરકાર દ્વારા ૧૯૧ કરોડના ખર્ચે સિવિલ તથા આયુર્વેદિક હોસ્પિટલ સાકાર મુદ્દે ટેન્ટર પ્રક્રિયા હાથ ધરતા તે પૂર્વ સ્થાનિક નેતાઓ કાનાફુસીના કારણે જગ્યા ના વિવાદના પેટમાં તેલ રેડાવા પામ્યું હોય તેમ ચીખોદરા નજર આખની હોસ્પિટલ સ્થળ નજીક સિવિલ સાકાર ની માગ કરતાં રાજ્ય સરકારે સાપસીડીના ખેલ રચી તમામ નકશા ની મંજુરી બાદ પણ ટેન્ડર પ્રક્રિયા ના હવનમાં હાડકા નાખવા ના કારસો રચી ટેન્ડર પ્રક્રિયા નો ફલોપ શો કરતાં PM મોદીના જીલ્લા સ્તરે સિવિલ હોસ્પિટલ સાકાર કરવાના રાગને તેમના જ પક્ષ નેતૃત્વ ની રાજ્ય સરકાર દ્વારા આણંદ સિવિલ (anand civil) સાકાર મુદ્દે બેસુરા કરવાના તખ઼ા ગોઠવવામાં આવ્યા ની ચર્ચા એરણે ચઢવા પામી નું જાણવા મળેલ છે.

Other News : હાઈવે નજીક ડીઝલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને મારક હથિયારો સાથે ઝડપી પાડતી વાસદ પોલીસ

Related posts

ગુજરાત : દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૨-૧૨-૨૦૨૪, ગુરૂવાર

Charotar Sandesh

વડોદરા : શહીદ સંજય સાધુને અશ્રુભીની આંખે અને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય અપાઈ…

Charotar Sandesh

આણંદમાં એસટી બસ સેવાનો પ્રારંભ : તાલુકા વિસ્તારમાં ૩૫૦ જેટલી ટ્રીપો વિધિવત રીતે શરૂ…

Charotar Sandesh