વેલિંગ્ટન : ન્યુઝીલેન્ડમાં રહેનારા ભારતીય માટે સારા સમાચાર છે. ન્યુઝીલેન્ડે આજે પ્રવાસી વિઝાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરતા રેસિડન્ટ વિઝા ૨૦૨૧ની જાહેરાત કરી છે. જેના કારણે ન્યુઝીલેન્ડમાં રહેતા દોઢ લાખથી વધુ પ્રવાસીઓને સ્થાયી થવાનો માર્ગ મોકળો બન્યો છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન રેસિડન્સી એપ્લિકેશનમાં થયેલા વિલંબ પછી ન્યુઝીલેન્ડ ૧૬૫૦૦૦ પ્રવાસીઓને રેસિડન્ટ વિઝા આપવા જઈ રહ્યું છે. ન્યુઝીલેન્ડના કુશળ વિદેશી શ્રમિકોએ દેશ છોડીને જતા રહેવાની ધમકી આપ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે.
ન્યુઝીલેન્ડ સરકારના આ નિર્ણયથી કોવિડ મહામારીના કારણે ઘણા ભારતીય ખાસ કરીને પંજાબીઓ, જે લાંબા સમયથી ન્યુઝીલેન્ડમાં ફસાયેલા છે, તેમને લાભ થશે
કોરોનાના સખ્ત પ્રતિબંધના કારણે કઠણ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય અને અન્ય પ્રવાસીઓ નિરાશ થઈને કેનેડા જેવા દેશમાં જવા મજબૂર થયા હતા. ન્યુઝીલેન્ડની સરકારે આવા તમામ પ્રવાસીઓને દેશ છોડીને જતા અટકાવવા માટે હવે ન્યુઝીલેન્ડમાં કાયમી વસવાટનો રસ્તો ખોલી નાંખ્યો છે. જોકે કોવિડના કારણે ન્યુઝીલેન્ડની બહાર ફસાયેલા પ્રવાસીઓ પર આ નિયમ લાગુ થતો નથી અને તેમણે રાહ જોવી પડી શકે છે. મીડિયાના રિપોર્ટ અનુસાર મંત્રી ક્રિસ ફાફોઈએ ગુરુવારે વેલિંગ્ટનમાં એક નિવેદનમાં કહ્યું કે અમે લાંબા સમયથી કોવિડ-૧૯ના કારણે ફસાયેલા પ્રવાસી પરિવારોને સ્થાયી વિઝા આપવા જઈ રહ્યાં છે. જેથી તેમના માટે આગળનો રસ્તો સ્પષ્ટ થઈ શકે.
તેમણે વધુમાં કહ્યું કે લગભગ ૧,૬૫,૦૦૦ લોકોને એકસાથે લાભ મળશે. તેમણે કહ્યું કે તેમાં હજારો કુશળ સ્વાસ્થ્ય કાર્યકર્તા પણ સામેલ છે. જેમના રેસિડન્ટ વિઝામાં વિલંબ થયો હતો. ફફોઈએ કહ્યું કે મોટાભાગની અરજી ડિસેમ્બરમાં શ્રેણી ખુલવાની સાથે જ એક વર્ષની અંદર આપવામાં આવશે. ૨૦૨૧ના રેસિડન્ટ વિઝા કાર્યસંબધિત વીઝા ધારકો અને તેમના પરિવારના સભ્યો માટે તાત્કાલિક ઉપલબ્ધ થશે. ન્યુઝીલેન્ડનું અનુમાન છે કે યોગ્ય વીઝા ધારકોમાં ૫૦૦૦થી વધુ સ્વાસ્થ્ય અને વૃદ્ધ દેખરેખ કાર્યકર્તા, લગભગ ૯૦૦૦ પ્રાથમિક ઉદ્યોગ કાર્યકર્તા અને ૮૦૦થી વધુ શિક્ષક સામેલ હશે. પ્રાસંગિક વિઝા પ્રકારોમાં લગભગ ૧૫૦૦૦ નિર્માણ અને ૧૨૦૦૦ વિનિર્માણ કર્મચારી પણ છે. જેમાંથી કેટલાક વન-ઓફ પાથવે માટે પાત્ર થશે.
Other News : અમેરિકાના આ ઘણાં રાજ્યોમાં હિન્દુ હેરિટેજ માસની ઉજવણી થશે