Charotar Sandesh
ગુજરાત

વડાપ્રધાને ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મુસાફરી કરી

અમદાવાદમાં મેટ્રો ટ્રેન

અમદાવાદ : PM નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કરેલ, ત્યાર બાદ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-૧ (metro train) ના રૂટનું લોકાર્પણ કરેલ, પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે, તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ (vande bharat express train) માં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા, અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરેલ હતું.

પીએમ મોદીની ઈચ્છાશક્તિથી વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે

ડબલ એન્જિન સરકારને કારણે વિકાસની ઝડપી વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra modi) એ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે ટ્રેનની મુસાફરી પણ કરી છે. હવે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ ૧ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવી દીધો છે. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (vande bharat express train) માં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા, ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચીને મેટ્રોમાં સવાર થયા હતા. મેટ્રો રેલમાં બેસી દૂરદર્શન થલતેજ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચ્યા હતા, જાહેર સભાના સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા હતા.

Other News : ચૂંટણીનો માહોલ જામ્યો : PM મોદી બાદ હવે CM કેજરીવાલ આવતીકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

Related posts

અમદાવાદમાં આભ ફાટ્યું : એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાં ૧૮ ઈંચ જેટલો વરસાદ : શાળા-કોલેજો બંધ

Charotar Sandesh

ગુજરાતના નવા નાથ કોણ ? મનસુખ માંડવિયા નહીં પ્રફુલ્લ પટેલ સીએમ પદ રેસમાં આગળ, જાણો વિગત

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે રૂપાણી સરકાર ૬૬ લાખ પરિવારોને ૧ હજારની મદદ કરશે…

Charotar Sandesh