રસાકસી ભરી યોજાયેલ ચુંટણી બાદ પરિણામ જાહેર
આટ્ર્સમાં રીતેષ આયર, સાયન્સમા કે. ડી. પટેલ, કોમર્સમાં કમલેશ ડાભી અને લો ફેકલ્ટીમાં શૈલેષભાઈ પટેલની જીત
આણંદ : વલ્લભ વિદ્યાનગરમાં શનિવારના રોજ એસપી યુનિવર્સિટીમાં સેનેટની રજીસ્ટર્ડ ગ્રેજયુએટની ચાર ફેકલ્ટીની એક-એક બેઠક માટેની ચૂંટણી યોજાઈ, જેમાં ૪ ફેકલ્ટીની ૪ બેઠકો માટે ૧૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. સવારના સુમારેથી જ મતદારોએ રીતસરની લાઈનો લગાવી દીધી હતી. સંપૂર્ણ કોવીડ ગાઈડલાઈન અનુસાર યોજાયેલા મતદાન દરમ્યાન ભારે ઉત્તેજનાભર્યા દૃશ્યો સર્જાયા હતા.
સવારના નવ કલાકથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સાયન્સમાં ૧૨ ટકા, લોમાં ૧૫, આટ્ર્સમાં ૧૦ અને કોમર્સ તેમજ બિઝનેશ સ્ટડીમાં ૮ ટકા જેટલું જ મતદાન યોજાયું હતુ
જેમાં પ્રથમ પરિણામ બિઝનેશ સ્ટડીસ ફેકલ્ટીનું આવ્યું હતુ જેમાં કમલેશભાઈ ડાભીનો ૧૦૫૫ મતે વિજય થયો હતો. આર્ટસ એન્ડ એજ્યુકેશન ફેકલ્ટીમાં રિતેષકુમાર કાનજીભાઈ આયરનો ૨૩૩ મતે વિજય થયો હતો. જેમાં ૪૪૬ મતો રદ્દ થયા હતા. સાયન્સ ફેકલ્ટીમાં કે. ડી. પટેલનો ૧૫૩૨ મતે વિજય થયો હતો. જ્યારે લો, મેડિસિન, હોમિયોપેથિ, ફાર્માસ્યુટીકલ્સ અને હોમ સાયન્સમાં શૈલેષભાઈ અરવિંદભાઈ પટેલનો ભારે રસાકસી બાદ માત્ર ૮ મતે વિજય થયો હતો.
Other News : આણંદ જિલ્લામાં વસંત પંચમીએ આશરે પ૦૦થી વધુ લગ્નો યોજાયા : પાર્ટી પ્લોટ-સમાજની વાડીઓ હાઉસફૂલ રહી