Charotar Sandesh
ઈન્ડિયા

બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ અનોખો પ્રયાસ કર્યો : જવાબમાં એવું લખ્યું કે શિક્ષક પણ ચોંકી ગયા

બોર્ડની પરીક્ષામાં પાસ

બિહાર : અનેક રાજ્યોમાં ધોરણ ૧૦ અને ૧રના બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓ સારા માર્ક લાવવા માટે પુરતો પ્રયત્ન કરી રહ્યા છે, દરમ્યાન બિહાર રાજ્યમાં બોર્ડના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પાસ થવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. જેમાં ઉત્તરવહીમાં લખ્યું કે આઈ લવ યુ સર તો કોઈએ પુરેપુરી શાયરીઓ જ લખી નાખી છે જેને લઈ શિક્ષકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

વિદ્યાર્થીઓએ લખેલ રમૂજી જવાબોમાં જોઈએ તો, એક વિદ્યાર્થીએ લખ્યું આપ શ્રીમાન ને મારા આદરપૂર્વક પ્રણામ છે, આપ જો કોપી ચેક કરી રહ્યા છો આપ ખૂબ જ મહાન છો, મને પૂરો વિશ્વાસ છે કે તમે મને સારા માર્ક આપશો. નમસ્તે સર. આઈ લવ યુ સર જી.

જ્યારે બીજા એક વિદ્યાર્થીએ તો હદ જ કરી, જેમાં વિદ્યુત શક્તિ અને વિદ્યુત ઊર્જા શું છે ? તેના જવાબમાં તેને ફેમસ થયેલ ગીત ‘ચાંદવાલા મુખડા લેકે ચલો ના બજાર મે’ લખી નાખ્યું !

તેમજ એક વિદ્યાર્થીએ પ્રશ્નનો જવાબ ન આવતાં લખ્યું કે, સર હું બીમાર હતો, મને ઠંડી લાગી રહી હતી, અમે ખૂબ જ ગરીબ છીએ મને ઓછામાં ઓછા ર૦ માર્ક આપી દો સર.

આ સાથે એક સ્ટુડન્ટએ વિનંતી કરતાં લખ્યું કે, છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લોકડાઉન હતું તેથી શાળાઓ અને કોચિંગ ક્લાસ બંધ હતી, જેને લઈ અભ્યાસ થતો ન હતો, તેથી મને સારા માર્ક્‌સ આપવા વિનંતી કરૂ છું.

એક વિદ્યાર્થીએ તો હદ જ કરી, ઉત્તરવહીમાં કવિતા-શાયરી જ લખી નાખી, જેમાં લખેલ કે, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા હમ બુલબુલે હૈ ઈસકી યહ ગુલસિતા હમારા. મેરા ભારત મહાન. તેમજ શાયરીમાં લખ્યું કે, એ ખુદા આપ કી અદાલત મેં મેરી જમાનત રખના, મેં રહૂં યા ના રહૂં, મેરે દોસ્ત કો સલામત રખના. આ જોઈ શિક્ષક પણ ચોંકી ગયા હતા.

Other News : વિદ્યાનગરમાં વિઝા કન્સલટન્સીની ઓફિસ ખોલી કરાઈ ૨.૨૦ લાખની છેતરપીંડી, જુઓ વિગત

Related posts

PMC બેંકમાં રૂ.૬૫૦૦ કરોડનું કૌભાંડ : રેકોર્ડથી રૂ.૧૦.૫ કરોડની રોકડ ગાયબ : તપાસમાં ખુલ્યું…

Charotar Sandesh

પુલવામા : એનઆઇએેની ચાર્જશીટમાં મસૂદ સહિત ૧૯ આરોપી…

Charotar Sandesh

ટ્‌વટર પર ૧૧ મિલિયન ફોલોઅર સાથે ભાજપ બની દુનિયાની સૌથી મોટી પાર્ટી

Charotar Sandesh