Charotar Sandesh
ગુજરાત

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરાનો સમય વધુ બે મહિના માટે લંબાવાયો

રાજ્યની નગરપાલિકાઓ

ર૦રર-ર૩ના નાણાંકીય વર્ષના વેરાની રકમ તા. ૩૦ જૂન-ર૦રર સુધીમાં એડવાન્સ ભરનારા નગરજનોને ૭ ટકા વળતરનો લાભ અપાશે

તા. ૧ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં એડવાન્સ ભરનારાને પાંચ ટકા વળતર

તા. ૩૦-૭-ર૦રર સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના Online Portal દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર મળશે

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના June અને July એમ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.

CM એ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો.

એટલું જ નહિ, PM નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા CM પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા. ૩૦ જૂન-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશ.

Other News : કોંગ્રેસ નેતા ભરતસિંહ ફરી વિવાદમાં : રૂપાળી ૨૪ વર્ષીય યુવતી મામલે હોબાળો થયો : નવો વિડીયો વાયરલ

Related posts

વડોદરામાં હિટ એન્ડ રન કેસ : ખુલ્લી જીપમાં રોફ જમાવતા નબીરાએ માસૂમ બાળકને કચડી નાંખ્યો…

Charotar Sandesh

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈ પત્રકાર પરિષદ યોજી : જુઓ શું કહ્યું…

Charotar Sandesh

ચકલીઓની ચી ચી હવે ભૂતકાળ બનશે, ૭૪ ટકા ચકલીઓ મેલેરિયાથી પીડાઈ રહી છે…

Charotar Sandesh