Charotar Sandesh
વર્લ્ડ

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ પરિણામ શૂન્ય

રશિયા અને યુક્રેન

યુક્રેન : રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીતનો અંત આવ્યો છે. વાતચીત નિરર્થક હોવાનું બહાર આવ્યું. યુદ્ધવિરામ પર કોઈ કરાર થયો ન હતો. આ પહેલા પણ બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે બે રાઉન્ડની વાતચીત થઈ હતી. તે દરમિયાન પણ યુદ્ધવિરામને લઈને કોઈ નક્કર ઉકેલ મળી શક્યો ન હતો. બધાની નજર ત્રીજા રાઉન્ડની વાતચીત પર ટકેલી હતી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતના ત્રીજા રાઉન્ડમાં પણ કોઈ ઉકેલ મળ્યો ન હતો.

છેલ્લા ૧૩ દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આજે યુદ્ધનો ૧૨મો દિવસ છે

ન તો પુતિનની સેના પીછેહઠ કરી રહી છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી હાર માની લેવા તૈયાર છે. બીજી તરફ આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે યુક્રેન સંકટ પર વાત કરી છે. ત્રણેય નેતાઓ વચ્ચે લગભગ ૧૦૦ મિનિટ સુધી વાતચીત થઈ હતી. યુએસ ઈન્ટેલિજન્સે પેન્ટાગોનને એક સનસનીખેજ રિપોર્ટ સોંપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો યુક્રેન યુદ્ધ વધુ ૧૦ દિવસ સુધી ચાલશે તો રશિયા પરમાણુ હુમલો કરશે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે જો યુદ્ધ દસ દિવસ સુધી ચાલશે તો નાટો યુદ્ધમાં ઉતરશે.

અહીં યુક્રેનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનની સરકારે ૧.૪૬ લાખ વિદેશી નાગરિકોને દેશ છોડવામાં મદદ કરી છે. તેમાં ૨૦ હજાર ભારતીયોનો પણ સમાવેશ થાય છે, જેમને રશિયા દ્વારા ઘેરાયેલા શહેરોમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. સુમી, ખાર્કિવ, મેરીયુપોલમાં નાગરિકો માટે માનવતાવાદી કોરિડોર ખોલવા માટે રશિયાએ તરત જ યુદ્ધવિરામ કરવો જોઈએ. આ પહેલા બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

Other News : યુક્રેન સાથે ચાલી રહેલ યુદ્ધ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા વધારાઈ

Related posts

બ્રિટનના શહેરોમાં ઉંદરોનો આતંક : લંડનથી વેલ્સ સુધી ઉંદરોની સંખ્યા વધતા લોકોમાં ફફડાટ

Charotar Sandesh

અમેરિકન સાંસદ પીટ ઓલ્સને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા…

Charotar Sandesh

અમેરિકાના પોર્ટલેન્ડમાં હિંસક ઝડપઃ ગોળીબારમાં ૧નું મોત…

Charotar Sandesh