Charotar Sandesh
વર્લ્ડ

તાલિબાનોને અબજો ડોલર, શસ્ત્રો અને તાલીમ પણ અમેરિકાએ જ આપી હતી : હિલેરી ક્લિન્ટન

અમેરિકા હિલેરી ક્લિન્ટ (USA hileri clinton)

USA : તાલિબાનોના આ વિજય બદલ અમેરિકા (USA) નું રાજકારણ જોરદાર રીતે ગરમ થઇ ગયું છે અને અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચી લેવાના પ્રમુખ જો બાઇડેનના નિર્ણયની ચોમેરથી ભારોભાર ટીકા અને આલોચના થઇ રહી છે.

અમેરિકા (USA)ના ભૂતપૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટ (hileri clinton) ને ભૂતકાફ્રમાં આપેલાં એક ઇન્ટરવ્યૂમાં અને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયેલા વીડિયોક્લિપમાં સ્પષ્ટ કહ્યું હતું કે તાલિબાનોને અમેરિકો જ જન્મ આપ્યો હતો. તેમના કહેવા મુજબ જ્યારે રશિયાએ અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કર્યું અને સમગ્ર અફઘનિસ્તાન ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું ત્યારે અમેરિકા (USA)ના પેટમાં તેલ રેડાયું હતું.

રશિયા સમગ્ર મધ્ય એશિયા ઉપર પ્રભુત્વ ઉભું કરે તે અમેરિકાને કોઇ સંજોગોમાં પરવડે તેમ નહોતું તેથી તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રિગને અફઘાનિસ્તાનમાંથી રશિયાને હાંકી કાઢવા પાકિસ્તાનના લશ્કરી દફ્રો, તેની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સ્થાનિક લડવૈયાઓની મદદ લેવાનો નિર્ણય કર્યો.

આશ્ચર્યની વાત તો એ છે કે રિગનને તે નિર્ણયને અમેરિકાની કોંગ્રેસે એટલે કે રિપબ્લિક અને ડેમોક્રેટ્‌સ એમ બંને પક્ષના સાંસદોએ એકીઅવાજે વધાવી લીધો હતો. રિગનની યોજના મુજબ અમેરિકા પાકિસ્તાનમાં ગયું.

Other News : કાબુલના ગુરુદ્વારા તાલિબાની નેતા દ્વારા હિન્દુઓ અને શીખોને મદદની ખાત્રી આપી

Related posts

અમેરિકામાં કોરોના બેફામ : ૧ સપ્તાહમાં ૧૦,૦૦૦ના મોત…

Charotar Sandesh

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ગૃહ રાજ્યમાં કર્યું અર્લી મતદાન…

Charotar Sandesh

કોરોના વાયરસનો પ્રકોપ : વિશ્વભરમાં કોરોનાથી ૧૮,૯૦૦થી વધુનાં મોત…

Charotar Sandesh