Charotar Sandesh
વર્લ્ડ

યુક્રેનને લઈ વિશ્વની બે સૌથી મોટી શક્તિઓ યુદ્ધ માટે આમને-સામને : યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે

રશિયા અને યુક્રેન

યુક્રેન : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે આપત્તિજનક સંઘર્ષ ક્યારે શરૂ થશે તે કોઈને ખબર નથી. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન આવ્યું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે નાટોમાં સામેલ થવાથી યુક્રેનનું અસ્તિત્વ બચી જશે

આ નિવેદન બાદ રશિયાનું વલણ વધુ આક્રમક બનવાની શક્યતા વધી ગઈ છે કારણ કે રશિયા ઈચ્છે છે કે યુક્રેન નાટોમાં જોડાવાનો વિચાર છોડી દે. દરમિયાન, જર્મન ચાન્સેલર યુક્રેનની રાજધાની કિવમાં આજે યુદ્ધની આશંકા દૂર કરવાનો પ્રયાસ કરવા પહોંચ્યા છે. કિવમાં મંત્રણા બાદ જર્મન ચાન્સેલર મોસ્કો જશે અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળશે અને તેમને મનાવવાનો પ્રયાસ કરશે.

વિશ્વની બે સૌથી મોટી શક્તિઓ યુદ્ધની ધાર પર ઉભી છે. મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન રશિયાના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીને મળ્યા હતા, જેમાં રશિયાના વિદેશ મંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને પશ્ચિમી દેશો સાથે વાતચીત ચાલુ રાખવાની ઓફર કરી હતી.

આ દરમિયાન એક મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે બ્રિટનના વડાપ્રધાન આજે પુતિન સાથે ફોન પર વાત કરશે. પુતિનને મનાવવા માટે.સમજાવવાના તમામ પ્રયાસો તેજ થઈ રહ્યા છે.

યુક્રેનમાં હાલમાં ૨.૫ લાખ સૈનિકો છે, એટલે કે યુક્રેનના સૈનિકો રશિયા કરતા ઓછા છે, જો આપણે રશિયા અને યુક્રેનની સેનાની તુલના કરીએ તો આ બાબત વધુ સ્પષ્ટ થઈ જશે. મહાસત્તા અમેરિકાની વાયુસેના સૌથી શક્તિશાળી છે. તેના ફાઈટર જેટ અને સુપર-વિનાશક બોમ્બરો પૃથ્વીના કોઈપણ ખૂણે દુશ્મનના અસ્તિત્વને મિટાવી શકે છે.

આવી સ્થિતિમાં જો રશિયા અને અમેરિકાની વાયુસેના આકાશમાં ટકરાશે. તો કોણ કોના ઉપર વિજય મેળવશે? યુએસ એરફોર્સના કોમ્બેટ ફ્લીટમાં ૧૩,૨૪૭ એરક્રાફ્ટ છે. તો રશિયા પાસે એરક્રાફ્ટની સંખ્યા લગભગ ૪૧૭૩ છે. સ્પષ્ટપણે એરપાવરમાં અમેરિકા. રશિયા કરતાં અનેક ગણું વધુ શક્તિશાળી. બ્રિટને યુક્રેનને એન્ટી એરક્રાફ્ટ મિસાઈલોનો ભંડાર મોકલ્યો છે, જેની મદદથી યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયન હેલિકોપ્ટર, ડ્રોન અને એરક્રાફ્ટને ઉડાવી શકે છે.

Other news : યુક્રેનમાં અભ્યાસ કરતા આણંદના બે વિદ્યાર્થીઓ સાંસદ મિતેષભાઈ પટેલની રાહબરી હેઠળ પરત આવશે

Related posts

સત્તા સંભાળતા જ બાઇડન એક્શનમાં : ટ્રમ્પના આઠ નિર્ણયો પલ્ટાવ્યાં…

Charotar Sandesh

એફ.બી.આઇ. તથા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બ્રહ્મબધુઓનો સન્માન કાર્યક્રમ રાખ્યો…

Charotar Sandesh

અમેરિકાની મોટી કાર્યવાહી : બલૂચિસ્તાન લિબરેશન આર્મી આતંકી સંગઠન જાહેર

Charotar Sandesh