Charotar Sandesh
ઈન્ડિયા

અમિત શાહની ત્રણ દિવસીય જમ્મુ કાશ્મીર મુલાકાત પર હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ સાથે ચુસ્ત સુરક્ષા

અમિત શાહ

હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ અને ૧૫ વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. જેમાં જમ્મુ-કાશ્મીરનું પ્રવાસન મુખ્ય એજન્ડા હશે. આજે શ્રીનગર પહોંચેલા અમારા સંવાદદાતા અભિષેક ઉપાધ્યાયે આ મુદ્દે કેન્દ્રીય શિપિંગ, બંદરો અને જળમાર્ગ રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર સાથે વાત કરી. જેમણે કહ્યું કે શ્રીનગરના દાલ લેક અને અન્ય તળાવોમાં ક્રૂઝ ચલાવવાની તૈયારી ચાલી રહી છે.

ઘાટીમાં હિંસા અને આતંકવાદી ગતિવિધિઓએ ભૂતકાળમાં સમગ્ર દેશની ચિંતા વધારી છે. લઘુમતીઓ અને સ્થળાંતર કરનારાઓની હત્યા બાદ ૧૨ વર્ષ પછી પૂંછ અને રાજૌરી જિલ્લાના જંગલોમાં આતંકવાદીઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે એટલે કે ૨૩ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જશે. તો ચાલો પહેલા અમિત શાહની મુલાકાત પર એક નજર કરીએ. અમિત શાહ આજે (૨૩ -૧૧-૨૦૨૧) સવારે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર પહોંચશે.

શ્રીનગરમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે જમ્મુ -કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરશે. ૨૩ ઓક્ટોબરે સમગ્ર દિવસ દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, IB અધિકારીઓ, CRPF અને NIAના DG, આર્મી અધિકારીઓ અને જમ્મુ-કાશ્મીરના DGP સાથે બેઠક કરશે. ૨૩ ઓક્ટોબરે જ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની હાજરીમાં તેઓ ઈન્ટિગ્રેટેડ હેડક્વાર્ટરની બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરશે.

૨૪ ઓક્ટોબરે ગૃહમંત્રી જમ્મુમાં IIT ખાતે નવા બ્લોકનું ઉદ્‌ઘાટન કરશે. તે જ દિવસે જમ્મુમાં એક જાહેર સભાને સંબોધશે. ત્યાર બાદ રાજભવનમાં કેટલાક પ્રતિનિધિમંડળોને મળવાનો કાર્યક્રમ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ ૨૪ ઓક્ટોબરની સાંજે શ્રીનગર પરત ફરશે. બીજા દિવસે એટલે કે ૨૫ ઓક્ટોબરે તેઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વેપારી સંગઠનો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓને મળશે. જમ્મુ-કાશ્મીરમાં બિન-મુસ્લિમ અને બિન-કાશ્મીરીઓ પર થયેલા હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત ખૂબ મહત્વની છે.

Other News : લો બોલો, ૧૩ વર્ષ નાના રિક્ષાવાળા સાથે મહિલા તિજોરીમાંથી ૪૭ લાખ રૂપિયા લઈ ભાગી ગઈ

Related posts

દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે : એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૪૦૦ને પાર…

Charotar Sandesh

રામ રહીમને આજીવન કેદની સજા સાથે ૩૧ લાખનો દંડ ફ્ટકાર્યો

Charotar Sandesh

દેશના ૩ રાજ્યમાં બાળકો પર કોરોનાનો કહેર, લક્ષણો નહીં છતાં સંક્રમિત…

Charotar Sandesh