આણંદ : યુક્રેન ખાતે પણ અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાતાં તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી જન્મી છે. આ તમામને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે.
એક ગામડીનો યુવક પોલેન્ડ રોકાવવાનો છે, હવે બાકી ૧૩ જણાં રહેશે
આણંદના સાંસદ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોંધાયેલા લિસ્ટ પ્રમાણે આણંદ જિલ્લાના કુલ ૧૮ યુવક-યુવતીઓ ભણવા અને વિદેશ નોકરી માટે ગયા હતા. જે પૈકી હાલમાં બે યુવક-યુવતી પરત ફર્યા છે. જ્યારે અન્ય બે બુધવાર-ગુરૂવાર સુધીમાં આણંદ પરત ફરશે. જ્યારે એક ગામડીનો યુવક પોલેન્ડ રોકાવવાનો છે. હવે બાકી ૧૩ જણાં રહેશે. જેઓને પરત લાવવા માટે સરકાર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
Other News : ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત પેટલાદની સિવિલ હોસ્પિમાં ડાયાલિસીસ વિભાગનું ઈ-લોકાર્પણ