Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં બેરોજગારીને લીધે આત્મહત્યાના કેસ વધ્યાં : રાહુલ ગાંધીનું ટ્‌વીટ

રાહુલ ગાંધી

બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા

નવીદિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને લખ્યું કે બેરોજગારીને કારણે આત્મહત્યા વધી અને કયા કારણે બેરોજગારી વધી? ‘આ બેરોજગારી ઈમરજન્સી માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં દેશમાં થયેલી આત્મહત્યાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ દરમિયાન જણાવવામાં આવ્યુ હતુ કે નોટબંધી અથવા દેવામાં ડૂબી જવાથી આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે ૨૦૧૮થી ૨૦૨૦ની વચ્ચે ૧૬,૦૦૦થી વધુ લોકોએ નાદારી કે દેવાના કારણે આત્મહત્યા કરી છે. તે જ સમયે બેરોજગારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. નિત્યાનંદ રાયે કહ્યું કે ૨૦૧૮થી ૨૦૨૦ની વચ્ચે ૧૬,૦૦૦થી વધુ લોકોએ નાદારી કે દેવાના કારણે આત્મહત્યા કરી છે.

બેરોજગારી મૃત્યુ પર તેમણે કહ્યું કે બેરોજગારીને કારણે ૯,૧૪૦ લોકોએ મોતને વ્હાલુ કર્યુ. ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૨૦માં ૫,૨૧૩ લોકોએ નાદારી અથવા દેવાને કારણે આત્મહત્યા કરી હતી. જ્યારે ૨૦૧૯માં ૫,૯૦૮ અને ૨૦૧૮માં ૪,૯૭૦ લોકોએ આત્મહત્યા કરી હતી.

ઉપરાંત ૨૦૨૦માં નાદારી અથવા દેવાને કારણે ૫,૨૧૩ લોકોએ આત્મહત્યા કરી હતી, જ્યારે ૨૦૧૯માં ૫,૯૦૮ અને ૨૦૧૮માં ૪,૯૭૦ લોકોએ આત્મહત્યા કરી હતી.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ બેરોજગારોની સંખ્યામાં વધારા માટે સરકારને સંપૂર્ણપણે જવાબદાર ગણાવી છે. એટલું જ નહીં, તેમણે બેરોજગારીને કારણે થઈ રહેલી આત્મહત્યાના મુદ્દે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો છે.

આ મામલે કોંગ્રેસ નેતાએ ટ્‌વીટ પણ શેર કર્યુ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘૨૦૧૮થી ૨૦૨૦ની વચ્ચે બેરોજગારી અને દેવાના કારણે ૨૫,૦૦૦થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે.’

Other News : પદ્મ ભૂષણથી સમ્માનિત અગ્રણી ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન

Related posts

મહત્વાકાંક્ષી બની રહેવા કરતાં સતત વિકાસશીલ બનો ઃ એકતા કપૂર

Charotar Sandesh

આઇટી રિટર્ન, આધાર-પાન લિન્ક કરવાની તારીખ લંબાવી ૩૦ જૂન કરી…

Charotar Sandesh

મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ લોકોની હત્યા : ૧૧૦ લોકોની ધરપકડ

Charotar Sandesh