રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી “અખંડ ભારત સશક્ત ભારત”ના સ્વપ્ન હરતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ આણંદ જિલ્લા ભા.જ.પ. કાર્યાલય નાવલી ખાતે કરવામાં આવેલ. સરદાર પટેલ સાહેબના કુટુંબજનોના વરદ હસ્તે પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવેલ છે.
ક૨મસદના વતની શ્રી સરદાર સાહેબના પૌત્ર શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતીમાં યોજવામાં આવેલ
સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાના દાતા પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, સાસંદ શ્રી મિતેશભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, રણજીતસિંહ ચૌહાણ, જિલ્લા હોદ્દેદારો, મંડલ પ્રભારીઓ તથા જનસંઘના કાર્યકર રાજબેન ભાટીયા, બળવંતભાઈ દવે, પૂર્વ જિલ્લા પ્રમુખ જયપ્રકાશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોરચા મંત્રી નૌષાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, જલા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, વિદ્યાનગર નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, કરમસદ નગર પાલિકા પૂર્વ પ્રમુખ નીલેશભાઈ પટેલ, આણંદ, વિદ્યાનગર તથા કરમસદ નગરપાલિકા કાઉન્સીલર, આણંદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ, સભ્ય નીલેશભાઈ પટેલ, આણંદ, વિદ્યાનગર તથા કરમસદ શહે૨ મંડલના પ્રમુખ- મહામંત્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહેલ.
Other News : આણંદ ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો : ખંભોળજ અને ઉમેટા ચોકડી પાસેથી મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા