ભાયલી તેમજ બીલ વિસ્તારમાં ૩ લાખથી ઓછી આવક ધરાવતા વ્યવસાયિક પરિવારોને ફાળવણી કરાઈ • પ્રધાનમંત્રી આવાસમાં લિફ્ટ સહિત દરેક પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ
વડોદરા : શહેરના અકોટા સ્થિત સર સયાજી નગરગૃહ ખાતે ભાયલી અને બીલ ખાતે રૂ. ૮૮.૮૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રધાનમંત્રી આવાસોનું સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગરીબી રેખા નીચે જીવતા અને વ્યવસાય અર્થે પોતાના વતનથી દૂર રહી પોતાનું ગુજરાન ચલાવતા લોકો માટે કેન્દ્ર સરકારે સૌને માટે આવાસ યોજનાને ધ્યાને રાખી અ. જા., અ. જ. જા., ઓ. બી. સી., જનરલ કેટેગરી તેમજ વિકલાંગો માટે નિયત થયેલ ગાઈડ લાઈન મુજબ કુલ ૯૮૯ જેટલા આવાસોની ફાળવણી કરવા માટેનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના ભાયલી તેમજ બીલ ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ નિમિતે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજી નગરગૃહ હૉલ ખાતે તેનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના ભાયલી ટી.પી. સ્કીમ નં.- ૧ ના એફ.પી., ૧૨૨ ક્ષેત્રફળ અને ૧૧૫૯૫.૦૦ ચો.મી. જમીનને આવરી લેવામાં આવી છે, ત્યાં કુલ ૮ ટાવર, ૭ માળ તેમજ ફ્લોર દીઠ ૮ ફ્લેટ થઈને કુલ ૪૪૮ ફ્લેટ બનાવવામાં આવ્યા છે આ જ રીતે બીલ ટી.પી. સ્કીમ નં.- ૧ ના એફ.પી., ૩૮ ક્ષેત્રફળમાં ૧૨૪૩૧.૦૦ ચો.મી. વિસ્તારમાં કુલ ૧૧ ટાવર, ૭ માળ, ફ્લોર દીઠ ૪ તથા ૮ ફ્લેટ મળીને કુલ ૫૩૨ ફ્લેટ બનાવવામાં આવ્યા છે જેમાં ૩ લાખથી ઓછી આવક ધરાવતા નાના મોટા વ્યવસાય કરતા પરિવારોને નિયમોનુસાર આવાસોની ફાળવણી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના પુર્ણ થયેલ પ્રોજેક્ટનું લોકાર્પણ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ તેમજ છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતુ. ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી ડૉ. શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોટાભાગના લોકો અને લાભાર્થીઓ આ લોકાર્પણ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.
Other News : સૂર્યમિશન ઈસરોએ આપી વધુ એક ખુશખબર, ધરતીથી ૯.૨ લાખ કિમી દૂર પહોંચ્યું આદિત્ય-L1, જુઓ વિગત