આણંદ : તા.૦૯/૦૯ ૨૦૨૨ ના રોજ આણંદ આઝાદ મેદાનથી ૯:૦૦ કલાકે ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળનાર છે. આ શોભાયાત્રા આણંદ આઝાદ મેદાનથી નીકળી કસ્બા, અંબાજી મંદિર, માનીયાની ખાડ, ગોપી સિનેમા, લોટીયા ભાગોળ ત્રણ રસ્તા, કપાસિયા બજાર, ટાવર બજાર, ગામડીવડ, મ્યુનિસીપાલીટી કચેરી સામે થઈ ગોપાલ ચાર રસ્તા, નગરપાલીકા દવાખાના, જુના એસ.ટી.સ્ટેન્ડ ચાર રસ્તા, કવિતા શોપીંગ સેન્ટર, લક્ષ્મી ચાર રસ્તા, જુના રસ્તા, ભાથીજી મંદિર, ગામડીવડ, બેઠક મંદીર, વહેરાઈ માતા મંદીર થઈ ગોયા તળાવ તથા બાકરોલ ગામ તળાવમાં વિસર્જન થનાર છે.
ઉક્ત માર્ગો ઉપર વાહનોની અવર-જવર અટકાવવા તેમજ તે માર્ગો ઉપરનો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા અંગે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ, શ્રી એમ.વાય. દક્ષિણિએ ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ-૩૩(૧) (બી) થી મળેલ સત્તાની રૂએ તા.૦૯/૦૯/૨૦૨૨ ના રોજ ઉક્ત માર્ગો ઉપરથી પસાર થતાં વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
તે મુજબ ઠકકરવાડીથી ગોપી સિનેમા રોડ ભાથીજી મંદિર સુધી, બેઠક મંદિરથી ગામડી વડ, સ્ટેશન રોડ, મ્યુ.દવાખાના, જુના એસ.ટી.ચાર રસ્તા, મીનરવા, લક્ષ્મી ટોકીઝથી વેન્ડોર ચાર રસ્તા સુધી, ગામડી વડ થી કપાસીયા બજાર, ટાવર બજાર,ગામડી વડસર્કલ સુધી, ગોપાલ ટોકીઝની પપ્પુ હોસ્પીટલ વેન્ડોર ચાર રસ્તા સુધી, લક્ષ્મી ટોકીઝથી મીનરવા, એસ.ટી ચાર રસ્તા, મ્યુ.દવાખાનાથી સ્ટેશન રોડ, ગામડીવઽ, વહેરાઈ માતા બેઠક મંદિર સુધીના માર્ગો ઉપરનો વાહન વ્યવહાર બંધ કરાયેલ છે.
જેના વૈકલ્પિક માર્ગો તરીકે સામરખા ચોકડીથી આવતા વાહનો મહેન્દ્ર શાહ હોસ્પિટલ થઈ ગુજરાતી ચોક થઈ જુના દાદર, અમુલ ડેરી રોડ, તુલસી સિનેમા, શાસ્ત્રી બાગ, વ્યાયામ શાળા થઈ બોરસદ ચોકડી તરફ જઈ શકશે, લાંભવેલ રોડ તરફ થી આવતાં વાહનો ગ્રીડ ચોકડી, સરદાર બાગ પોલીસ ચોકી, ભાલેજ ઓવરબ્રિજ થઇ સામરખા ચોકડી તરફ જઈ શકશે, વિદ્યાનગર રોડ તરફથી આવતાં વાહનો જી.ઈ.બી. ગીડ ચોકડી થઈ સરદાર બાગ પોલીસ ચોકી, ભાણેજ ઓવરબ્રિજ થઈ સમારખા ચોકડી તરફ થઈ શકશે, બોરસદ ચોકડી તરફથી આવતા વાહનો ગણેશ સર્કલ થઈ અમુલ ડેરી, જુના દાદર, ગુજરાતી ચોક થઈ મહેન્દ્ર શાહ હોસ્પીટલ થઈ જઈ શકશે, ઈન્દીરા ગાંધી સ્ટેચ્યુ તરફથી આવતા વાહનો ભાલેજ ઓવરબ્રિજ થઈ સામરખા ચોકડી ત૨ફ જઈ શકશે. તેમજ નવા બસ સ્ટેશન ત૨ફ જઈ શકશે.
આ જાહેરનામુ સરકારી વાહન, એમ્બ્યુલન્સ વાન તથા ફાયરબ્રિગેડ વાહનોને લાગુ પડશે નહી
નવા બસ સ્ટેશન ત૨ફથી આવતા વાહનો પાયોનીયર હાઈસ્કુલ ચોકડી થઈ મહેન્દ્ર શાહ હોસ્પીટલ રોડ, ઓવર બ્રિજ થઈ સામરખા ચોકડી તરફ જઈ શકશે, જુના બસ સ્ટેશન પીક અપ સ્ટેન્ડ બંધ કરી તેની જગ્યાએ મહેન્દ્ર શાહ હોસ્પીટલ પીક અપ સ્ટેન્ડ રાખી શકાશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
Other News : વરસાદના વિરામ બાદ આણંદ જિલ્લા નગરપાલિકા વિસ્તારોમાં અધધ ૨૪૮૯ ખાડાનું કામચલાઉ પુરાણ થયું