મુંબઇ : બોલિવૂડ અભિનેતા વિકી કૌશલની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ સરદાર ઉધમ સિંહનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ ઉધમ સિંહની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર એકદમ દમદાર છે અને ફરી એકવાર વિકી કૌશલે તેના અભિનયથી પાત્રમાં જીવંતતા લાવી છે.
સરદાર ઉધમ સિંહે માઈકલ ઓડ્વાયર પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર જે ૧૯૧૯ માં જલિયાંવાલા બાગની ઘટના માટે જવાબદાર હતા તેને ૧૯૪૦ માં લંડનમાં તેમના ઘરની સામે ગોળી મારી હતી. તેમની બહાદુરીની અનેક વાર્તાઓ ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે અને વિક્કી ઉધમ સિંહ તરીકે આ વાર્તાઓ મોટા પડદા પર રજૂ કરવા જઈ રહ્યો છે.
સરદાર ઉધમ સિંહ આ વર્ષે દશેરા નિમિત્તે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ ૧૬ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના નિર્દેશક શૂજિત સરકાર છે.
Other News : વિશાલની ફિલ્મ મારા દિલની ખુબ નજીક છે : તબ્બુ