શ્રીલંકા : શ્રીલંકા (Srilanka) દેશમાં વિકટ પરિસ્થિતિ સર્જાવા પામી છે, ત્યારે ત્યાંના પીએમે સોમવારે વિપક્ષના દબાણ હેઠળ રાજીનામું ધરી દીધું છે, જેમાં સરકાર વિરોધી હિંસામાં સાંસદ સહિત ૫ લોકોના મોત નિપજ્યા છે. આ હિંસામાં સેના બોલાવવી પડી છે.
પીએમ મહિન્દ્રા રાજપક્ષના રાજીનામા બાદ સાંસદો અને મંત્રીઓ સહિત અન્ય નેતાઓ પર પ્રહારો શરૂ થયા હતા. જેમાં ભીડથી બચવા તો એક સાંસદે કથિત રીતે આત્મહત્યા કરેલ, જ્યારે બે મંત્રીઓના ઘરોને આગચંપી કરાઈ હતી, તેમજ શાસક પક્ષના સાંસદ અમરકીર્થી અથુકોરાલા નાઓએ સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ ઉપર ફાયરિંગ કરી પછી પોતાને જ ગોળી મારી દેતા ચકચાર મચી છે. આ ઘટના કોલંબોની બહારના વિસ્તારમાં થઈ છે.
આ બાબતે ત્યાંની પોલીસે જણાવ્યું કે સાંસદ અમરકીર્થીએ બે લોકો પર ફાયરીંગ કરી જેઓ નિત્તમ્બુઆમાં તેની કાર રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાં ગોળી વાગતાં ૧ શખ્સનું મોત થયું છે. આ પછી, લોકોના ગુસ્સાથી બચવા માટે, સાંસદે નજીકની બિલ્ડીંગમાં સંતાવાનો પ્રયાસ કર્યો હતો.
રોષે ભરાયેલા લોકોએ સમગ્ર બિલ્ડિંગને ઘેરી લીધેલ, બિલ્ડીંગને ઘેરેલી જાેઈ સાંસદે પોતાને ગોળી મારી દીધી, તેમનું મોત થયું હતું
વધુમાં, શ્રીલંકા (Srilanka) દેશે ૩ મહિનામાં લોન ચૂકવવાની હતી, જે બાદ શ્રીલંકા (Srilanka) અત્યંત આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે, બાંગ્લાદેશે લોનની ચુકવણીની મુદત લંબાવી દીધેલ છે. શ્રીલંકા (Srilanka) દેશમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર ૯૪-૭૭૩૭૨૭૮૩૨ અને ઇમેઇલ cons.colombo@mea.gov.in જાહેર કરી છે.
Other News : લો બોલો, ઉત્તર કોરિયામાં ટાઈટ પેન્ટ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો : કિમ જોંગના નવા અનોખા નિયમો, જુઓ