Charotar Sandesh
ગુજરાત

ચરોતર સહિત રાજ્યમાં બાળમંદિર અને પ્રી પ્રાયમરી સ્કુલો ખુલતાં નાના ભૂલકાઓમાં ઉત્સાહ જોવા મળ્યો

ઓફલાઈન શિક્ષણ

અમદાવાદ : રાજ્યમાં કોરોના ઘટતા સ્કૂલ-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન કરવામાં આવી રહેલ છે. માર્ચ ૨૦૨૦થી કોરોનાનો કહેર શરૂ થયો હતો આ સમયમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોરોનાની અસર ઓસરતાં તબક્કાવાર સ્કૂલો અને કોલેજો માં ઓફલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરાઈ હતી.

જો કે બાળમંદિર અને પ્રી પ્રાયમરી સ્કૂલો ખોલવામાં નહોતી આવી. હવે કોરોના ઓછો થતાં રાજ્ય સરકારે નાના ભૂલકાંઓ માટેની સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી છે. જેથી બાળમંદિર અને પ્રી પ્રાયમરીના વર્ગો ઓફલાઈન શરૂ થયાં છે.

બે વર્ષ પહેલાં પૂર્વ પ્રાથમિકમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ તો મેળવ્યો પરંતુ શાળાઓ બંધ હોવાથી કેમ્પસમાં જવાનો વારો જ નહોતો આવ્યો

જો કે હવે રાજ્ય સરકારે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં નાના ભૂલકાઓ માટેની સ્કૂલો શરૂ કરવાની પરવાનગી આપી છે. જેથી ફરીથી વિદ્યાર્થીઓ સ્કલમાં ઓફલાઈન ભણવા માટે પહોંચ્યાં છે. પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારવામાં આવ્યાં હતાં. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને ચોકલેટ આપવામાં આવી હતી અને તેમનું સ્વાગત કરાયું હતું.

આજે પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને શિક્ષકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ‘આ દિવસની ક્યારના રાહ જોઈ રહ્યા, હતા કારણ કે તેમની શાળા વર્ષ ૨૦૨૦માં બનીને તૈયાર હતી, પરંતુ કોરોનાના કારણે બે વર્ષ શાળા બંધ રહી, જેથી તેમના માટે આજનો દિવસે ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ શાળા માટે પણ પહેલો છે અને શાળાની શરૂઆત થઈ છે.

વર્તમાન પરિસ્થિતિને જોતાં તેઓ બાળકોને ખાસ કાળજી પણ રાખી રહ્યા છે. અત્યાર સુધી માત્ર ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પરના પ્રતિભાવ જ કંઈક અલગ હતો. શાળાએ પહોંચતા જ તેમના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો. શાળા કેમ્પસમાં રમત-ગમતના સાધનો અને ગાર્ડનમાં રમવાની મજા પણ માણી હતી.

Other News : ૩૭ વર્ષ બાદ જયરાજસિંહ પરમારના કોંગ્રેસને રામ રામ : બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા

Related posts

દેશમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાત પાંચમા સ્થાને : નર્મદા, સાબરમતી નદીનો સમાવેશ

Charotar Sandesh

રાષ્ટ્રના વિકાસ માટે પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો જરૂરી : પરષોત્તમ રૂપાલા

Charotar Sandesh

ગુજરાતમાં ટેલિકોમ કંપનીઓની આવકમાં ૩ ટકાથી વધારે વૃદ્ધિ થઈ : ટ્રાઈ

Charotar Sandesh