અમદાવાદ : ક્રિકેટ મેચો શરૂ થતા અનેકવાર તમે જોયું હશે કે મેચ પર કરોડોના સોદા લાગે છે અને તેના પર સટ્ટો લાગે છે અને જ્યારથી આઈપીએલ મેચો શરૂ થઈ છે ત્યારના તો દુબઈ થી લઈ ભારત સુધી તમામ પ્રકારના બુકીઓ સટ્ટા લગાવવા તેમજ લોકોને આ સટ્ટાના રેકેટમાં લાવવા લોકો આ વા સટ્ટામાં કરોડો લગાવે છે , કરોડો ખોઈ નાખે છે ત્યારે હાલમાં જ આઈપીએલ મેચ શરૂ થતાં અમદાવાદમાં બુકીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ અમદાવાદમાં પોતાનું નેટવર્ક વધારી રહ્યા છે.
ઇ.ડીએ વડોદરા પાસેના ફાર્મ હાઉસમાંથી ૪૫૦૦ કરોડના ક્રિકેટ મેચના સટ્ટામાં પકડેલા કુખ્યાત બૂકીઓ કિરણ ઠક્કર ઉર્ફે માલા, ચિરાગ પરીખ, ર્ધિમન ચૌહાણ અને ટોમી ઉંઝા પણ આ વખતની કરોડો રૂપિયાનો રોજનો સટ્ટો રમી રહ્યા છે. કિરણ માલા હાલ દુબઇ રહીને ચિરાગ પરીખ તેમજ ધર્મીન ચૌહાણ, ટોમી ઉંઝા સાથે પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.
આઈપીએલ શરૂ થતાં જ બૂકીઓ દુબઇ જઇને કરોડોનો ક્રિકેટ મેચના સટ્ટો રમે છે
પરંતુ આ વખતે તેનાથી ઊંધો ટ્રેન્ડ બૂકી બજારમાં જોવા મળ્યો છે. દુબઇના એક વેપારીનું ૫૦૦ કરોડનું ફૂલેકુ ચાર બૂકીઓએ ફેરવ્યું હતું. જેનો રેલો અમદાવાદના મણિનગર અને સેટેલાઇટ સુધી આવ્યો છે. દુબઇ સરકારે વિલાઓમાંથી બૂકીઓને ભારત ડીપોર્ટ કર્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગોવા સરકારે કસિનોને પરમિશન આપી હોવાથી હવે કુખ્યાત બુકીઓ ગોવા તરફ પોતાની દોટ મૂકી છે. આ વર્ષે દુબઈને બદલે અમદાવાદ બૂકીઓનું ફેવરિટ હબ બન્યું છે. દુબઈમાં તરુણ છાબરા, યતીન અને અન્ય બે બૂકીઓએ ૫૦૦ કરોડનું ફૂલેકું શેખ નામના વેપારીનું ફેરવી નાખતા તેનો રેલો અમદાવાદના મણિનગરમાં રહેતા બુકી કિરણ ઠક્કર, ર્ધિમન ચૌહાણ. ચિરાગ પરીખ, ટોમી ઉંઝા, મહાદેવ અને અન્ના સહિતના બૂકીઓ પર આવ્યો છે, જેના કારણે દુબઈ સરકારે ભારતના મોટાભાગના બૂકીઓને ડિપોટ કરી ભારત રવાના કરી દીધા છે.
આ મામલે દુબઈ પોલીસે ચારેયની ધરપકડ કરી હતી. ત્યારબાદ દુબઈ પોલીસે કડક વલણ અપનાવીને તપાસ કરતા મહાદેવ અને અન્ના નામના બૂકીના નામ ખૂલ્યાં હતાં.
Other News : ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી યોજાય : ચીફ ઇલેક્શન કમિશનર