સુરત : સુરતમાંથી એક સાફ સફાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા સાફ સફાઈ કરતી હતી અને કોઈ કારણોસર તેને ખબર ન પડીને તે ત્રીજા માળેથી નીચે પડી અને પોતાનો જીવ ગુમાવ્યો.
આ ઘટના સુરતના વરાછામાં ઘટી છે. વરાછાની અનુરાધા સોસાયટીમાં એક મહિલા ત્રીજા માળેસાફ સફાઈ કરતી હતી. મકાનની ગેલરીમાં કામ કરતી ૫૫ વર્ષીય મહિલા સફાઈ કરતા ત્રીજા માળેથી સીધી રોડ પર નીચે પડી. મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાના મોતની સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ ગઈ હતી. મહિલાના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લલિતાબેન જોગાણી મૂળ ભાવનગરના ગારિયાધારના સાતડા ગામના રહેવાસી હતા. લલિતાબેન ત્રીજા માળેથી નીચે પડતાંની સાથે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. પહેલા માળે ઊભેલી યુવતીએ તેમને નીચે પડતાં જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. લલિતા બેન જ્યારે નીચે પડ્યા ત્યારે બાઈક પર એક યુવક નીચે ઊભો હતો. આવી રીતે અચાનક કોઈને નીચે પડતાં જોઈ યુવક પણ ચોંકી ગયો હતો. થોડી ક્ષણમાં તો આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
Other News : હાર્દિક પટેલ બાદ શક્તિસિંહ ગોહિલે પણ પ્રમુખ બનવાનો ઇન્કાર કર્યો