મુંબઇ : શિલ્પાએ આ નોટમાં લખ્યું છે કે, આપણે બધાએ જ સાંભળ્યું છે કે દુઃખ આપણી માનસિક સ્થિતિનેવધુ મજબૂત કરે છે. આપણે મુશ્કેલીઓમાંથી ઘણું શીખતા હોઇએ છીએ.આ સાચું હોઇ શકે છે,પરંતુ આપણે વિચારીએ છીએ એટલું એ સરળ નથી. મુશ્કેલીમાં સમય આપણને બહેતર નથી બનાવતો. પરંતુ મુશ્કેલીમાં કામ આપણને વધુ બહેતરબનાવે છે. દુઃ ખ આપણને આપણી જે શક્તિઓ વિશે અજાણ હોઇએ છીએ તેનાથી આકર્ષિત કરવા આપણને મજબૂર કરે છે. આપણમાં આ છુપાયેલી શક્તિઓને બહાર લાવવાથી આપણને મુશ્કેલીનો સામનો કરવામાં મદદ મળે છે. મને પણ અન્યોની માફક ખરાબ દિવસોથી નફરતછે. પરંતુ હું જાણું છે કે, મુશ્કેલીમાંથી બહાર આવવા માટે હું સક્ષમ છું.શિલ્પાએ વંડર વુમનની જીઆઇએફ સાથે આ પાવરફુલ નોટ શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, શિલ્પાએ પતિ રાજ કુન્દ્રાની જમાનત પછી પણ એક સુંદર પોસ્ટ મુકી હતી. જેમાં તેણે શેર કર્યું હતું કે, ઇન્દ્રધનુષ એ સાબિત કરે છે કે, એક ખરાબ ઝંઝાવાત પછી પણ ચીજો સુંદર હોઇ શકે છે.
પોનોગ્રાફી કેસમાં ૧૯ જુલાઇથી ૨૦ સપ્ટેમ્બર સુધી રાજકુન્દ્રા જેલમાં હતો. રૃપિયા પચાસ હજારના જામીન પછી તે ઘરે પાછો ફર્યો છે. શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રાના ઘર આવ્યા પછી શુક્રવારે રિકવરિંગ, સ્ટ્રેન્થસ અને ડિફિકલ્ટ ટાઇમ્સને લઇને એક પાવરફુલ નોટ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Other News : સની દેઓલની ગદર-૨ નવેમ્બરની બીજી તારીખે ફ્લોર પર આવશે