રામાયણનો 16 એપ્રિલનો એપિસોડ દુનિયાભરમાં સૌથી વધારે જોવામાં આવ્યો છે…
મુંબઈ : લોકડાઉનના કારણે જનતાને મનોરંજન પૂરુ પાડવા માટે રામાનંદ સાગરની રામાયણ સીરિયલને પરીથી પ્રસારિત કરવામાં આવી છે. લોકો લોકડાઉનમાં આ સીરિયલનો જબરજસ્ત આનંદ માણી રહ્યા છે. આ શોની ટીઆરપી પણ ખૂબ જ હાઈ રહી છે. હવે આ સીરિયલે વધુ એક રેકોર્ડ બનાવી દીધો છે. રામાયણનો 16 એપ્રિલનો એપિસોડ દુનિયાભરમાં સૌથી વધારે જોવામાં આવ્યો છે. દૂરદર્શન નેશનલે ટ્વીટ કરીને સીરિયલનો 16 એપ્રિલનો એપિસોડ સૌથી વધારે ટીઆરપી આવી હોવાની જાણકારી આપી છે.
દૂરદર્શન નેશનલ પર રામાયણને ફરીથી પ્રસારણ કર્યું છે. દૂરદર્શને ટ્વીટ કરીને કહ્યું કે વર્લ્ડ રેકોર્ડ દૂરદર્શન પર રામાયણના પુનઃપ્રસારણે પણ દુનિયાભરમાં રેકોર્ડ તોડી દીધા છે. 16 એપ્રિલના રોજ 7.7 કરોડ લોકોને દુનિયાભરમાં પ્રસારિત થયા બાદ દુનિયામા સૌથી વધારે વખત જોનારો એન્ટરટેન્મેન્ટ શો બની ગયો છે.
નોંધનીય છે કે રામાયણને સૌપ્રથમ વખત 25 જાન્યુઆરી 1987થી 31 જુલાઈ 1988 સુધી થયું હતું. દર રવિવારે સવારે 9.30 વાગ્યે પ્રસારિત થતો હતો. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસ અનુસાર રામાયણને છેલ્લા એક મહિનામાં સૌથી વધારે વખત સર્ચ કરવામાં આવ્યો છે. શોમાં અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહરી સહિત અનેક કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.