Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વિશ્વપ્રખ્યાત અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : ગત વર્ષ કરતાં ૯ ટકાનો વધારો

અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર

આણંદ : વિશ્વપ્રખ્યાત અને એશિયામાં નંબર ૧ અમૂલ ડેરીનું વાર્ષિક ૨૦૨૧-રર દરમિયાન થયેલા દૂધના વ્યવસાયમાં પ્રથમ વખત રૂ. ૧૦ હજાર કરોડને પાર ટર્નઓવર થયું છે, જેમાં ગત વર્ષ કરતા ૯ ટકાનો વધારો નોંધાયો છે.

નોંધનીય છે કે, અમૂલે નાણાકીય વર્ષ પુર્ણ થયાના ચોથા દિવસે જ જાહેર કરી દીધાં છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ગોલ્ડ સહિત તાજા દૂધની ૧ લિટરની થેલીમાં રૂ. ૧ નો વધારો કરાયો છે, આ સાથે ચીઝ, પનીર, ઘી, માખણ, દૂધનો પાવડર, આઇસ્ક્રીમ તેમજ ચોકલેટના ઉત્પાદનમાં વધારો કર્યો છે.

નાણાંકીય વર્ષના અંતે ટર્ન ઓવર વધીને પ્રથમ વખત ૧૦,૨૨૯ કરોડ સુધી પહોંચી ગયો છે

ગત વર્ષ કોરોનાને લઈ અમૂલ ડેરી માટે રહ્યું હતું તેમ છતાં નાણાંકીય વર્ષના અંતે ટર્ન ઓવર વધીને પ્રથમ વખત ૧૦,૨૨૯ કરોડ સુધી પહોંચી ગયો છે. ગત વર્ષે રૂ.૮૫૯૮ કરોડની તુલનામાં આ ટર્ન ઓવર ૧૯ ટકા વધ્યું, જેના પગલે ચાલુ વર્ષે ગત વર્ષના ૮૩૫.૫૧ની સરખામણી જોઈએ તો, રૂ.૮૩૭.૨૨ જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ મળશે. આ વખતે૨૦૨૦-૨૧માં દૂધના અંતિમ ભાવની રકમ ૩૨૦ કરોડ હતી, જેને વધારીને રૂ.૩૫૦ કરોડ કરાઈ છે, જે ગત વર્ષની સરખામણીમાં ૯ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

Other News : ૧ એપ્રિલે પસાર કરાયેલ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે સી.આર.પાટીલનું મોટું નિવેદન

Related posts

આણંદના યુવાનનું અમેરિકામાં કોરોનાથી મોત થતાં પરિવારજનોમાં આઘાત…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં પોલીસ, હોમગાર્ડ અને ST વિભાગના ૨૩૭૭ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

Charotar Sandesh

વડોદરા-આણંદમાંથી ઝડપાયેલા રેમડેસિવિરના કૌભાંડમાં ડુપ્લિકેટ રેમડેસિવિરની ફેક્ટરીનો પર્દાફાશ…

Charotar Sandesh