Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

યુવાઓ જાગે : વિદેશમાં નોકરીની લાલચ આપી ગોંધી રાખેલા યુવાનનું ભારત લાવી પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

વિદેશમાં નોકરી

ગીર સોમનાથ : વિદેશમાં નોકરીની લાલચ આપી મ્યાનમાર ખાતે એક ઓરડામાં ગોંધી રાખવામાં આવેલા તાલાલા-ગુજરાતના આશાસ્પદ યુવાનને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સુચનાથી અને ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ સહી સલામત ભારત પહોંચાડી ગીર સોમનાથ પોલીસે પરીવાર સાથે મીલન કરાવ્યુ છે. તલાલાથી દુબઇ પહોંચેલા નીરવને વધુ પગારની નોકરીની લાલચ આપી દુબઇનો એક એજન્ટ મ્યાનમાર લઇ ગયો હતો.

આ કંપની ફ્રોડ હોવાનું ધ્યાને આવતા નીરવે આ નોકરી છોડી ભારત પરત જવાનુ કહી દેતા કંપની સંચાલકોએ નીરવ તેમજ તેની સાથે ગયેલા અન્ય ૭ મળી કુલ ૮ યુવાનોને મ્યાનમારના યાંગોન સીટી ખાતે એક ઓરડામા ગોંધી રાખ્યા હતા.

Policeને માહિતી મળતા ગોંધી રખાયેલા યુવાનને વિદેશથી છોડાવી આ સફળ ઓપરેશન પાર પાડ્યુ છે

Gir Somnath જિલ્લાના તાલાલા તાલુકા ખાતે પીપળવા ગામમાં રહેતા શ્રી જગમાલભાઇ કરશનભાઇ બામરોટીયાએ તાલાલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પુત્ર સાથે બનેલી ઘટનાની માહિતી આપી હતી. તા.૧૪મી સપ્ટેમ્બર-૨૦૨૨ના રોજ તેમનો ૨૦ વર્ષિય પુત્ર નીરવ બામરોટીયા એક એજન્ટ મારફતે દુબઇ ખાતે ખાનગી કંપનીમા નોકરી માટે ગયો હતો. ત્રણ માસ સુધી ત્યા નોકરી કરી ત્યાર બાદ વધુ પગાર આપવાની લાલચ આપી દુબઇના એક એજન્ટે તેને થાઇલેન્ડ ખાતે નોકરી પર જવાનુ કહી મ્યાનમારના વિઝા બનાવી આપ્યા હતા. તા ૧૨મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ મ્યાનમાર દેશના યાંગોન સીટી ખાતે નીરવને મોકલી દેવામાં આવ્યો હતો.

Myanmar ખાતેની આ ખાનગી કંપની FENGQINGYANG COMPANY LIMITED ફ્રોડ કરતી હોવાનું નીરવને ધ્યાને આવતા તેણે આ નોકરી કરવાની ના પાડી દીધી હતી. એટલુ જ નહિ, ભારત પરત જવાનુ કંપનીના સંચાલકને જણાવતા કંપની સંચાલકોએ નીરવને ત્યા મ્યાનમાર દેશના યાંગોન સીટી ખાતે એક ઓરડામા ગોંધી રાખ્યા હતા. નીરવ સાથે ગોંધી રાખવામાં આવેલા અન્ય યુવાનોમાં 4 UPના અને 3 ઇન્ડોનેશિયાના યુવાનોનો સમાવેશ થાય છે. નીરવે આ સમગ્ર બાબતની જાણ તેના પિતાને કરી દીધી અને નીરવના પિતા જગમાલભાઇએ Talala policeને આ સમગ્ર ઘટના સંદર્ભે જાણ કરી હતી.

Other News : ધો. ૧૦ અને ધો.૧૨ના વિધાર્થીઓ અને શાળાઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Related posts

શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી, આંદોલનની આપી ચીમકી

Charotar Sandesh

અયોધ્યા રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના આ ૭ સંતોને પૂજા માટે આમંત્રણ…

Charotar Sandesh

દેશનુ પહેલુ રાજ્ય, તામિલનાડુની સરકાર દરેક પરિવારને ૪૦૦૦ની સહાય આપશે…

Charotar Sandesh