Charotar Sandesh
બોલિવૂડ

અક્ષય કુમાર, ભૂમિ અને તાપસી સહિત ઘણા સેલેબ્સ ધરતી બચાવવાનો સંદેશ આપશે…

મુંબઈ : ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પહેલાં બોલિવૂડના સેલિબ્રિટી અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, ભૂમિ પેડનેકર, રાજકુમાર રાવ, સોનુ સૂદ, અર્જુન કપૂર અને તાપસી પન્નુ એક સ્પેશિયલ મ્યુઝિક વીડિયોમાં દેખાશે. આ વીડિયો યુનાઈટેડ નેશન્સ બનાવી રહ્યું છે. દરેક સેલેબ્સ પર્યાવરણ સાથે જોડાયેલો સંદેશ તેમના ચાહકો અને દેશવાસીઓને આપશે. આ વીડિયો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેન્ટ ચેન્જના સહયોગથી બની રહ્યો છે.
એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ આસિફ ભામલાએ જણાવ્યું, આ વર્ષની થીમ ઈકોસિસ્ટમ રેસ્ટોરેશન છે. મ્યુઝિક વીડિયોમાં આપણે પૃથ્વીને કેવી રીતે રિજનરેટ કરી શકાય તેની પર ફોકસ કરીશું. આપણા પૂર્વજોએ પણ આ જ કામ કર્યું હતું. આ સોંગ ૫ જૂને રિલીઝ થશે. શાને કમ્પોઝ કર્યું છે અને સ્વાનંદ કિરકિરેએ લખ્યું છે. સિંગર્સમાં બ્રી પ્રેક, અદનાન સામી, શંકર મહાદેવન અને પલક મુછાલ સામેલ છે.
આસિફે કહ્યું, વીડિયોમાં ટોપ સેલેબ્સ ઉપરાંત સચિન તેંડુલકર અને મનીષ મલ્હોત્રા પણ દેખાશે.

Related posts

શાકભાજી વેચવા મજબુર સોફ્ટવેર એન્જિનિયરને સોનુ સૂદે નોકરી અપાવી…

Charotar Sandesh

બાહુબલી ફિલ્મની ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા થઇ કોરોના સંક્રમિત

Charotar Sandesh

સુશાંત આત્મહત્યા કેસઃ જે કપડા વડે ફાંસો ખાધો તેનો એફએસએલ ટેસ્ટ થશે…

Charotar Sandesh