Charotar Sandesh
ગુજરાત

અત્યારે લોકો ભગવાનના ભરોસે છે, અમને પરિણામ જોઈએ : ગુજરાત હાઈકોર્ટ

હાઇકોર્ટે ગુજરાત સરકારને ઝાટકી, કર્ફ્યૂમાં કોઈ કડક કામગીરી નથી, શહેરોની સાથે ગામડાની સ્થિતિ પણ ખૂબ ગંભીર, ઈન્જેક્શનનો પ્રશ્ન ક્યારે સોલ્વ થશે..?


ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ટકોર :
અન્ય રાજ્યમાં શુ થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી.
અમને ગુજરાતથી મતલબ છે.
“કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી”
“ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો.”
“આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?”
“ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે”
કોવિડ હોસ્પિટલમાં શા માટે ઈન્જેક્શન નથી?
ઝાયડસ્‌ હોસ્પિટલ બહાર કેમ લાઈનો લાગે છે
વેક્સિન ખાસ અસર ન કરી રહી હોવાનું અવલોકન
રસીના બે ડોઝ લીધા બાદ પણ સંક્રમિત થઈ રહ્યા છે
ઘણી હોસ્પિટલો દર્દીઓને દાખલ કરવાનો ઈન્કાર કરે છે
હાલની સ્થિતિને હળવાશમાં ન લો…
સરકાર કહે છે તેનાથી વાસ્તવિકતા અલગ…


અમદાવાદ : કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. જેમાં સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરીને પોતાનો પક્ષ રાખી રહ્યા છે. ચીફ જસ્ટીસ વિકમનાથ અને જસ્ટીસ બી.ડી. કારિયાની ખંડપીઠે એડવોકેટ જનરલ, મુખ્ય સરકારી વકીલ, કેન્દ્ર સરકારના આસિ. સોલિસીટર જનરલ સહિતના ઓનલાઈન સુનાવણીમાં હાજર રહ્યા છે. સાથોસાથ રાજયના ચીફ સેક્રેટરી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હેલ્થ વિભાગના ચીફ સેક્રેટરી, કેન્દ્ર સરકારના હોમ ડિપાર્ટમેન્ટના સચિવ સહિતના અધિકારીઓને તાકીદે હુકમની નકલ ઈ-મેઈલ પર મોકલી આપવા હુકમ કરીને આજે સવારે ૧૧ વાગે સુનાવણી દરમ્યાન યુટયૂબ લાઈવ જોવા માટે અધિકારીઓને આદેશ કરાયો છે.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છે. જેમાં રાજ્યમાં કોરોનાને કારણે થયેલી હાલતનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હાલ લોકડાઉનના પક્ષમાં નથી. લોકડાઉન કોઈ સમાધાન નથી. લોકડાઉનમાં રોજબરોજ કામ કરનારને સૌથી મોટી નુકસાન થઈ રહ્યું છે. તેમણે ગુજરાતમાં રેમડેસિવિરની અછતને લઈને હાઈકોર્ટમાં જણાવ્યું કે ગુજરાતમાં રેમડેસિવિલની કોઈ અછત નથી. હાલ ગુજરાતમાં ૧૭ હજારથી વધુ બેડ ખાલી છે. ઓકિસજનને લઈને હાઈકોર્ટમાં ઉમેર્યું હતું કે હાલ ઉત્પાદનનો ૭૦% ઓક્સિજન હેલ્થ ક્ષેત્ર માટે રિઝર્વ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં હાલ ટેસ્ટ, ટ્રેકિંગ, ટ્રિટમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ત્રિવેદીએ પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ટેસ્ટ, ટ્રેકિંગ, ટ્રિટમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે જેના કારણે ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટીંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરે છે. ૧૪૧ ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝીગ્શેટેડ તરીકે જાહેર કરાઈ છે. હાલ ઉત્પાદનનો ૭૦% ઓક્સિજન હેલ્થ ક્ષેત્ર માટે રિઝર્વ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે દેશનું એક માત્ર રાજ્ય ગુજરાત બન્યું છે.
તેમણે રાજ્યમાં કોરોના બેડ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં રવિવાર સુધીમાં ૧૨૬૨ પથારીઓ ઉપલબ્ધ છે અને નવી ૯૫૬ વધારી રહ્યા છીએ. અમે કોવિડ કેર સેન્ટર પણ વધારી રહ્યા છીએ. રાજ્યમાં કુલ ૭૧૦૨૧ પથારીઓ ઉપલબ્ધ છે. સાથે જ ૧૧૨૭ કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત છે.
હાઈકોર્ટમાં રેમડેસિવીર ઈન્જેક્શન વિશે ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ ભારતમાં એક દિવસમાં ૧,૭૫,૦૦૦ વાયલ રેમડેસિવીર ઈન્જેક્શનની જરૂર છે, જેમાં રાજ્ય સરકાર ગુજરાત માટે ૩૦ હજાર વાયલ મેળવે છે. દરરોજ ગુજરાતમાં ૧.૨૫ લાખ કોરોના ટેસ્ટ કરી રહ્યા છીએ અને અમે દરરોજ તેની ક્ષમતા પણ વધારી રહ્યા છીએ. ખાનગી લેબોરેટરીમાં દરરોજ ૭૦ હજારથી વધુ ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવે છે.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છેકે, ભારતમાં પ્રતિ દિવસ ૧,૭૫,૦૦૦ વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં ૩૦ હજાર વાયલ મેળવે છે. ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ રાજ્ય સરકારના પ્રયત્નોથી ઘટાડ્યા છે. આજે પ્રતિદિન ૧.૨૫ લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારી દીધી છે. સાથે જ ખાનગી લેબોરેટરી વધારી છે અને ૭૦ હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ.
કોરોનાની સ્થિતિ કાબુ બહાર જતા ગુજરાત હાઈકોર્ટ ૧૭મી સુધી બંધ રાખવામાં આવી છે. આમ છતાં ચીફ જસ્ટીસની ખંડપીઠે રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી જતા આજે સવારે અરજન્ટમાં સુનાવણી માટે રાખી છે.

Related posts

હવે RSS શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે, ફેબ્રુઆરી ૨૦૨૦માં અમદાવાદમાં યોજાશે…

Charotar Sandesh

રાજ્ય સરકાર કોરોના કેસ અને મૃત્યુઆંક છુપાવી રહી છે : અર્જુન મોઢવાડિયા

Charotar Sandesh

આનંદો..!! હોળી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે…

Charotar Sandesh