Charotar Sandesh
બોલિવૂડ

અભિનેત્રી કંગનાએ આમિર ખાન પર સાધ્યું નિશાન, કહ્યું- આ તો કટ્ટરપંથી છે…

મુંબઈ : બોલિવૂડ કંગના બોલિવૂડ અને દેશ સાથે જોડાયેલ દરેક મુદ્દા પર બિન્દાસ રીતે પોતાનો મત રાખે છે. સુશાંત સિંહ રાજપૂત કેસ હોય કે પરિવારવાદની વાત હોય તે આગળ આવીને બોલે છે. ત્યારે હવે કંગનાએ આમિર ખાન પર નિશાન સાધ્યું છે. આમિર ખાન હાલમાં તુર્કીમાં પોતાની અપકમિંગ ફઇલ્મ ‘લાલ સરિંહ ચડ્ઢા’ના શૂટિંગ માટે પહોંચ્યા છે. પરંતુ તુર્કીના પ્રથમ મહિલા એમીન એર્દોગન સાથે મુલાકાત કરીને વિવાદમાં આવી ગયો છે.
કંગના રનૌતે આમિરના વિવાદની વચ્ચે તેના જૂના નિવેદનને લઈને આમિર ખાન પર કટાક્ષ કર્યો છે. આમિરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે હિંદુત્વનો થોડું ઘણું માને છે પરંતુ તે પોતાના બાળકોને કડકાઈ સાથે ઇસ્લામ ફોલો કરવાની સલાહ આપશે. તેમણે કહ્યું હતું કે, “હું અને પત્ની પોત પોતાની રીતે જીવન જીવીએ છીએ. અમે બન્ને એક બીજા પર ધર્મ ઢોળતા નથી, પરંતુ હું મારા બાળકોને સલાહ આપીશ તે ઇસ્લામને જ ફોલો કરે.
કંગના રનૌતની ટીમે આ નિવેદનવાળા એક અહેવાલને ટ્‌વીટ કરતાં લખ્યું કે, “હિંદુ+મુસ્લિમ=મુસ્લિમ. આ તો કટ્ટરપંથી છે. બે અલગ અલગ ધર્મમાં લગ્ન કરવાનો માત્ર એ મતલબ નથી થતો કે જીન્સ અને રીતભાત જ એવા થશે. બીજા ધર્મમાં લગ્ન કરવાનો મતલ બોય છો કે બે ધર્મનું પણ મિલન થાય. તેનું એકબીજામાં મિલન થાય. બાળકોને અલ્હાની ઇબાદત પણ શીખવાડો અને શ્રી કૃષ્ણની ભક્તિ પણ. આ જ ધર્મ-નિરપેક્ષતા છે ને?

Related posts

જ્હોન અબ્રાહમ-અનિલ કપૂરની ફિલ્મ ‘પાગલપંતી’ નું ટ્રેલર રિલીઝ…

Charotar Sandesh

Bollywood : અભિનેતા ધર્મેન્દ્રએ પોતાનો ૮૬મો જન્મદિવસ મનાવ્યો : ચાહકોએ યાદ કર્યા

Charotar Sandesh

અમિતાભ બચ્ચનનો દીકરો હોવા છતાં કેરિયરમાં કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો…

Charotar Sandesh