Charotar Sandesh
ઉત્તર ગુજરાત

અમદાવાદ SVPમાં કોરોના વોરીયર્સ પગાર કપાત મુદ્દે અંદોલન છેડતા નિણર્ય પાછો ખેંચાયો…

હડતાલ બાદ સ્ટાફને ૨૦% વધારે પગાર અને તેઓને ૨૫૦ રૂપિયાનું ઈન્સેન્ટિવ પણ અપાશે…

અમદાવાદ : એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઇ રહ્યો, કેસની સંખ્યા ૨૦ હજારને પાર પહોંચી છે ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલનો ૭૫ ટકા ર્નસિંગ સ્ટાફ હડતાળ પર ઉતરતા સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ ચર્ચામાં આવી છે.

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, નર્સિગ સ્ટાફના પગારમાં ૨૦% થી વધારેનો કાપ મુકવામાં આવતા કોરોના વોરિયર્સ એવા ર્નસિંગના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. વહેલી સવારથી ર્નસિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે અને કામથી અળગો રહ્યો છે. પૂરો પગાર આપવાની માગ સાથે સ્ટાફે હોસ્પિટલ કેમ્પસમાં જ ઘરણાં યોજ્યા હતા. સ્થિતિ વધુ વણસે તે પહેલા જ આ કપાત પગારનો નિર્ણય પરત લેવામાં આવ્યો હતો. બાદમાં હડતાળ પર ઉતરેલા SVP હોસ્પિટલના ર્નસિંગ સ્ટાફને હોસ્પિટલ તંત્ર તરફથી ખાતરી આપવામાં આપવાની સાથે સાથે લેખિતમાં પણ જાણકારી આપવામાં આવી છે કે તેમનો પગાર કપાશે નહી. આ સાથે સાથે જે સ્ટાફ કોવીડ-૧૯ વોર્ડમાં ફરજ બજાવે છે, તે સ્ટાફને ૨૦ ટકા વધારે પગારની ચૂકવણી કરવામાં આવશે. આ ઉપરાંત તેઓને ૨૫૦ રૂપિયાનું ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે. જીફઁ ર્નસિંગ સ્ટાફ હડતાળને લઇને અમદાવાદ મહાનગરપાલિકાએ UDS કંપનીને પત્ર લખીને નોટીસ ફટકારી છે અને વધુ ૨૦ ટકા પગાર ચૂકવવાના આદેશ પણ આપ્યા છે, આ સાથે જ એપેડેમિક નિયમ મુજબ ૨૫૦ નું ભથ્થું પણ આપવું પડશે.

એકસાથે ૨૦૦થી વધારે સ્ટાફના પગારમાં કપાત કરવામાં આવ્યો છે. આમ પગારમાં ૧૦ હજારથી ૧૨ હજાર રૂપિયા સુધીનો કાપ મુકવામાં આવતા નર્સિગ સ્ટાફના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. આ સાથે જ કામ કરવું હોય તો કરો નહિ તો જોબ છોડી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. તો સંચાલકોએ દ્વારા કંપની લોસમાં છે તેવું કહી બચાવ કર્યો હતો. આ ઘટનાને લઇને હોસ્પિટલનો ૭૫ ટકા સ્ટાફ ધરણાં પર ઉતર્યો હતો અને વહેલી સવારથી ર્નસિંગ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો. જો કે, ત્યારબાદ સત્તાધીશોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો હતો. કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. વહેલી સવારથી ર્નસિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે અને કામથી અળગો રહ્યો છે. પૂરો પગાર આપવાની માગ સાથે સ્ટાફે કેમ્પસમાં જ ઘરણાં કર્યા છે. કર્મચારીઓને ઈમેલ આવતા ખબર પડી હતી કે તેમના પગારમાં કાપ મુકવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા કોરોનામાં ફરજ બજાવતા આવા વોરિયર્સને વધારાનું મહેનતાણું ચૂકવવાનો આદેશ કર્યો છે પરંતુ આ મહેનતાણું પણ ચૂકવવામાં નહીં આવે ઉલ્ટાનો તેઓનો પગાર કાપી લેવામાં આવ્યો છે.વિરોધ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને ર્નસિંગ સ્ટાફ વચ્ચે બબાલ થઈ છે.

પગાર કાપી લેવાતા ર્નસિંગના ૭૫ જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં એકઠા થયા છે. ર્નસિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી UDS કંપની દ્વારા જાણ કરાઈ હતી. કર્મચારીઓએ વિરોધ કરતા નોકરી કરવી હોય તો કરો કહીને કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા કહેવામાં આવ્યું છે. PPE કિટ, માસ્ક સહિતનો ખર્ચ થયો હોવાથી પગાર કાપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.

Related posts

ભાવનગર ગ્રામ્ય બાદ શહેરમાં તીડનું ટોળું ઉમટ્યું, લોકોએ થાળી વગાડી તીડ ભગાડ્યા…

Charotar Sandesh

ગુજરાતની પેટા ચૂંટણીની જાહેરાત થતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ફાફે ચડ્યા…

Charotar Sandesh

કોંક્રેટી મિક્ષ કરી દારૂ સંતાડવાનો કીમિયોઃ પોલીસે એક આરોપીની ધરપકડ કરી…

Charotar Sandesh