Charotar Sandesh
સ્પોર્ટ્સ

અમદાવાદ જેવી પિચ પર કુંબલે-ભજ્જી ૮૦૦ વિકેટ ઝડપી શકેઃ યુવરાજ

અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ટીકા કર્યા પછી ભારે ટ્રોલ થઈ રહ્યો છે. યુવરાજે ટેસ્ટ મેચ ૨ દિવસમાં સમાપ્ત થઈ જતાં કહ્યું હતું કે, જો અનિલ કુંબલે અને હરભજન સિંહ આવી પિચો પર રમત તો અનુક્રમે ૧ હજાર અને ૮૦૦ વિકેટ્‌સ સાથે કરિયર સમાપ્ત કરત. યુવરાજના આ નિવેદન પર રવિચંદ્રન અશ્વિને પ્રતિક્રિયા આપી છે.
અશ્વિને કહ્યું કે, મેં યુવરાજની ટ્‌વીટ વાંચી તો મને એમાં કંઈપણ ખોટું ન લાગ્યું. હું એ ન સમજ્યો કે તેઓ અમને કઈ કહેવા માગે છે કે કોઈ સલાહ આપવા માગે છે. મને ખબર નથી પડી કે મારી ટીકા કરી છે કે મારા વખાણ કર્યા છે? અશ્વિને કહ્યું કે, ટેલેન્ટની જગ્યાએ પિચને મહત્ત્વ આપવામાં આવે તો તેને કોઈ વાંધો નથી પરંતુ અત્યારે એક વ્યક્તિગત વિચારને મોટો મુદ્દો બનાવવમાં આવી રહ્યો છે. મને તેનાથી વાંધો છે.
અશ્વિને અમદાવાદની પિચનો બચાવ કરતાં કહ્યું કે, ’તમારા માટે સારી પિચ એટલે કેવી પિચ? જે પ્રથમ બે દિવસ સિમ થાય, પછી બેટ્‌સમેનને મદદ કરે અને અંતિમ બે દિવસે સ્પિનર્સને મદદ કરે? આવું કોણ નક્કી કરે છે? આવા નિયમો કોણ બનાવે છે? આપણે આવી વાતો બંધ કરવાની જરૂર છે.’ જ્યારે પૂછવામાં આવ્યું કે શું આગામી મેચમાં પણ આવી પિચ જોવા મળશે? તો અશ્વિને કહ્યું કે, એના પર નિર્ભર કરે છે કે તમને શેની આશા છે? અમે એક સારી ક્રિકેટ મેચ રમવાની આશા રાખી રહ્યા છીએ.

Related posts

Tokyo-Olympicમાં ભારતીય Hockey ટીમે જર્મનીને ૫-૪થી હરાવી ઈતિહાસ રચ્યો

Charotar Sandesh

ઈજાગ્રસ્ત બુમરાહ ડૉક્ટરોની સલાહ લેવા ઈંગ્લેન્ડ જશે…

Charotar Sandesh

લોકેશ રાહુલ ’૩૬૦ ડિગ્રી’ બેટ્‌સમેન છે : સંજય માંજરેકર

Charotar Sandesh