Charotar Sandesh
ગુજરાત

અમદાવાદના બિલ્ડરની ૧૦૦૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ…

બિલ્ડર કેસ : વહુ સાથેનો ઝઘડો ભારે પડ્યો…

અમદાવાદ : બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ આવકવેરા ખાતાના અધિકારીઓએ અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના રમણ અને દશરથ પટેલની રૂા. ૧૦૦૦ કરોડના મૂલ્યની જમીનને ટાંચમાં લીધી છે. અમદાવાદ શહેરની રૂા. ૬૦૦ કરોડની અને અમદાવાદ શહેરની બહારની રૂા. ૪૦૦ કરોડની જમીનને ટાંચ લગાડવામાં આવી છે. અમદાવાદ શહેરની ૪૯ મિલકતો અને સાણંદ, કલોલ, કેલિયાવાસણા, ગરોળિયાની મળીને કુલ ૬૩ મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી જમીન પણ ટાંચમં લેવાઈ છે. કુલ ૫.૯૨ લાખ ચોરસ મીટરથી વધુ જમીન ટોંચમાં લેવામાં આવી છે.
આ ગ્રૂપ પાસેથી અત્યાર સુધીમાં રૂા. ૩.૧૯ કરોડની અસ્ક્યામતો જપ્ત કરવામાં આવી છે. તેમાં ૯૧.૧૧ લાખની રોકડ અને ૨.૨૮ કરોડની જ્વેલરીનો સમાવેશ થાય છે. આવકવેરાના દરોડા પાડનારા વિભાગના સૂત્રોનું કહેવું છે કે પોપ્યુલર બિલ્ડર ગ્રૂપને ૨૩૪ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. કારણ કે તેમણે તેમની કમાણીના પૈસા લગાવીને જુદી જુદી વ્યક્તિઓ, સહકારી મંડળીઓને નામે મળીને ૨૨ લાખ ચોરસ મીટર જમીનની ખરીદી કરી હતી. દસ વ્યક્તિને નામે પણ તેમણે મિલકતો ખરીદી હોવાનું આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે જ પોપ્યુલર બિલ્ડર ગુ્રપના ૧૦૦થી વધુ બૅન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે. બીજાને નામે જમીન અને મકાન ખરીદીને કબજો પોતાને નામે તેઓ રાખતા હતા. ડમી માલિકને એક ટકાનું કમિશન આપતા હતા.
સહકારી મંડળીઓની સ્થાપના કરીને તેમાં બેનામી વ્યક્તિઓને સભ્ય બનાવવામાં આવ્યા હતા. પોતાના પૈસા રોકીને તેમને નામે મિલકત ઊભી કરી હતી. તેમની સાથે એમઓયું કરીને જમીન મિલકતનો કબજો પોતાના હાથમાં જ રાખતા હતા. પોપ્યુલર બિલ્ડરના સોમેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલા ફ્લેટમાંથી મોટી સંખ્યામાં આ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા હતા. તેમાં બેનામી મિલકત ધરાવનારા ૧૦ની ઓળખ પાકી કરી લેવામાં આવી છે. આ જ રીતે ૧૬ સહકારી સંસ્થાઓ અને બે કંપનીઓની પણ ઓળખ પાકી કરી લેવામાં આવી છે.

Related posts

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પત્નિ રિવાબાએ રાજકોટમાં કોરોના રસી લીધી…

Charotar Sandesh

અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૫૦ લાખ લોકોએ મુલાકાત કરી…

Charotar Sandesh

૨.૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ એનએડી પર અપલોડ કરનારી રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી જીટીયુ…

Charotar Sandesh