USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ સપ્તાહના અંતમાં ચીનને લઈને મોટી જાહેરાત કરાશે અને એ વાતનો સંકેત આપ્યો છે કે તેઓ ચીનને દંડ કરવા સંબંધિત હોય શકે છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ અને મને લાગે છે કે એ તમને લોકોને પસંદ પડશે. પરંતુ આ જાહેરાત હું આજે નહીં કરું.
ચીન અને હોંગકોંગ વચ્ચે ચાલી રહેલી વિવાદને લઈને ચીન ઉપર પ્રતિબંધ લગાવવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ જાહેરાત તમે સપ્તાહના અંત સુધીમાં સાંભળશો અને મને લાગે છે કે આ બહુ મોટો નિર્ણય હશે.
પહેલા વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કાયલે મેકનેનીએ ગુરુવારે કહ્યું હતું કે હોંગકોંગ પ્રત્યે ચીનની કાર્યવાહીથી રાષ્ટ્રપતિ નારાજ છે.
ઉલ્લેખનિય છે કે ચીનની નેશનલ પ્યુપીલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રમાં શુક્રવારે સત્તામાં રહેલી કમ્યુનિસ્ટ પાર્ટીએ હોંગકોંગમાં કથિત અલગાવવાદી અને આતંકવાદી ગતિવિધિઓ ઉપરાંત વિદેશી હસ્તક્ષેપ ઉપર પ્રતિબંધ લગાવવા માટે એક નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ જાહેરાત પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ભારે ટીક્કા થઈ રહી છે.
- Naren Patel