Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડન અને પુતિન વચ્ચે ઐતિહાસિક શિખર મંત્રણા…

USA : દુનિયાના ૨ સૌથી મોટા દુશ્મન જ્યારે સામ-સામે આવે ત્યારે કંઈક મોટું થવાની સંભાવના વધી જાય છે, પરંતુ અમેરિકન ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રશિયાને સૌથી મોટું દુશ્મન ગણાવનારા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને બુધવારના પુતિન સાથે બેઠક કરીને કંઇક નવા જ સંકેત આપ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે જો બાઇડેને જિનેવામાં ઐતિહાસિક શિખર બેઠક કરી. પુતિને જણાવ્યું કે, આ વાતચીત દરમિયાન બંનેની વચ્ચે કોઈ કડવાશ નહોતી.
બાઇડેન અને પુતિનની વાતચીત બાદ બંને દેશ પોતાના રાજદૂતોને એક-બીજાના ત્યાં મોકલવા માટે સહમત થયા. આ મુલાકાત દરમિયાન બાઇડને પુતિનને એક ખાસ ચશ્મા ભેટ કર્યા જે હવે ચર્ચાનો વિષય બન્યા છે. રિપોર્ટ પ્રમાણે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા એવિએટર સનગ્લાસેસની એક જોડ બાઇડને રશિયાના રાષ્ટ્રપતિને ગિફ્ટ કરી છે. આ ચશ્માને એક અમેરિકન કંપનીએ તૈયાર કરી છે, જે અમેરિકન સેના અને નાટો દેશોને સપ્લાય કરે છે.
જો બાઇડેને ક્રિસ્ટલની બનેલી એક બાઇસનની મૂર્તિ પણ પુતિનને ભેટ કરી. બાઇસન અમેરિકાનું રાષ્ટ્રીય પ્રાણી છે. માનવામાં આવી રહ્યું છએ કે નાટોની સાથે જોડાયેલા ચશ્મા ગિફ્ટ કરીને બાઇડેને પુતિનને એક મોટો સંદેશ આપ્યો છે. એ પણ ત્યારે જ્યારે આ શિખર વાર્તાથી ઠીક પહેલા બ્રસેલ્સમાં નાટો દેશોની સાથે બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં બાઇડેને નાટો દેશોની સાથે સૈન્ય પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું અને પોતાના સહયોગી દેશોને અપીલ કરી હતી કે રશિયા અને ચીનની વિરુદ્ધ પોતાની તૈયારીઓને વધારે મજબૂત કરે.
આ ચશ્માને બનાવનારી કંપની રનડોલ્ફ યુએસએ કહ્યું કે, તેણે HGU-4/P Aviator સનગ્લાસેસને ફાઇટર પાયલટ માટે ડિઝાઇન કર્યું છે. આ પહેલા પુતિને કહ્યું કે, તેઓ અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન બુધવારના એક રચનાત્મક શિખર બેઠકમાં પોતાના દેશોના રાજદૂતને તેમના પદો પર પાછા મોકલવા અને પરમાણુ હથિયારોને સીમિત કરનારી બંને દેશોની વચ્ચેની અંતિમ સંધિને બદલવા માટે વાતચીત શરૂ કરવા પર સહમત થયા. પુતિને કહ્યું કે, વાતચીત દરમિયાન કોઈ કડવાશ નહોતી, જે અપેક્ષાથી ઓછા સમયમાં સમાપ્ત થઈ ગઈ.

  • Naren Patel

Related posts

અમેરિકાના ટેક્સાસમાં હાઈવે પર એક સાથે ૧૦૦થી વધુ વાહનો અથડાયા, ૬નાં મોત…

Charotar Sandesh

અમેરિકાના મેરિલેન્ડમાં માત્ર પાછલા વ્હીલ પ૨ ૮૧ કિલોમીટ૨ સાઈકલ ચલાવીને બનાવ્યો વિક્રમ…

Charotar Sandesh

જાપાનમાં સૌથી શક્તિશાળી હેજિબીસ તોફાન : ૭૩ લાખ લોકોનું સ્‍થળાંતર કરાયું : 80થી વધુ લોકો ઘાયલ…

Charotar Sandesh