Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત ટ્રેન્ડીંગ

અમેરિકા સે આયા મેરા દોસ્ત દોસ્ત કો સલામ કરોઃ મોદી ભાવવિભોર

ટ્રમ્પ-મોદીનું આજે આગમન,એરપોર્ટથી સ્ટેડિયમ સુધી ૨૨ કિમીનો યાદગાર રૉડ શૉ

સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યોઃ ટ્રમ્પ જશે ગાંધીના શરણે, ગાંધી આશ્રમ પોલીસ છાવણીમાં ફેરવાયું, રોડ શો દરમ્યાન અલગ-અલગ રાજ્યોની ઝાંખી રજૂ કરાશે

અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરી (આવતીકાલે)એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. ત્યારે તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પથી એક કલાક પહેલા અમદાવાદ આવશે. પહેલા એવા સમાચાર હતા કે, નરેન્દ્ર મોદી રવિવારે સાંજે જ અમદાવાદ આવવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ પીએમ મોદીના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમેદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અને એરપોર્ટથી જ મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો યોજાશે. ગાંધી આશ્રમના ટ્રસ્ટીએ દાવો કર્યો છે કે ટ્રમ્પ ગાંધી આશ્રમ ૧૫ મિનિટ માટે પણ આવશે. પોલીસ દ્વારા ગાંધી આશ્રમ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં લોકોને સંબોધિત કરશે. ટ્રમ્પ આગ્રા જઈને તાજમહેલ નો પણ દીદાર કરશે. વડાપ્રધાને રવિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના સ્વાગતમાં લખ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ઉત્સુક છે, આ સન્માનની વાત છે કે તેઓ કાલે આપણી સાથે હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શો અંગે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અગાઉ એવી માહિતી આવી હતી કે રોડ શો ૨૨ કિમીનો નહીં પરંતુ ૯ કિમીનો રહેશે. પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનરે જે જાહેરાત કરી છે તે મુજબ આ રોડ શો ૯ કિમીનો નહીં પરંતુ ૨૨ કિમીનો જ રહેશે.
રોડ શો દરમિયાન કોઇપણ પ્રકારની અનૈતિક ઘટના ના ઘટે તે માટે સમગ્ર રૂટ પર જામર લગાવવામાં આવશે. આ જામર લગાવ્યા બાદ જ્યારે ટ્રમ્પ દંપત્તી અને મોદી આ રૂટ પર નીકળશે ત્યારે આસપાસના મોબાઈલ બંધ થઈ જશે તેમજ ડ્રોન પણ ઉડી શકશે નહીં. ત્યારે કોઇ અસામાજીક તત્વ રોડ શોમાં અડચણ ઉભી ન કરે તે માટે ખાસ ફેસ રેકગનાઈઝ કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા રૂટના તમામ રસ્તાઓ પર બાઝ નજર રાખશે અને કોઇ ગુનેગારનો રૂટ પર દેખાશે તો તેની જાણ થઈ જશે. ટ્રમ્પના આગમન બાદ પણ ૩ હેલિકોપ્ટર અમદાવાદ શહેરનું સતત પેટ્રોલિંગ કરશે.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ કરાઇ હતી જે પૂર્ણ થઇ છે. જેમાં રોડ શોના રૂટ પર ૧૦૦થી વધુ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર લગાવવામાં આવશે. રોડ શો જોવા માટે આવનારી તમામ વ્યક્તિઓને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. ટ્રમ્પના અમદાવાદ એરપોર્ટથી સાબરમતી અને મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ શો દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. જેને પગલે કોઈ અંધાધુંધી ન સર્જાય તે માટે રોડ શોના સમગ્ર રૂટ પર રોડની બન્ને તરફ લોખંડની રેલીંગો લગાવી દેવામાં આવી છે.
તે સિવાય રોડ શોના સમગ્ર રૂટ પર ૧૦૦થી પણ વધુ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર લગાવવામાં આવશે. રોડ શોમાં જનારી દરેક વ્યક્તિને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. તે સિવાય કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહી. હેન્ડ મેટલ ડિટેક્ટરથી પણ પોલીસ લોકોની ચકાસણી કરશે. આ રૂટ પર રહેતા લોકોએ પણ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાં ચકાસણી બાદ જ પ્રવેશ મળશે.
બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર, ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદમાં ૩૫ ડિગ્રી ગરમીનો અંદાજ છે. ત્યારે હવે સવાલ એ છે કે, સવારે ૮-૯ વાગ્યાથી સ્ટેડિયમમાં બેસેલા લોકોની સાંજ સુધીમાં સુધી હાલત થશે. ટ્રમ્પનો કાર્યક્રમ માત્ર ૩ કલાકનો છે પરંતુ આમંત્રિત લોકોએ ૩૫ ડિગ્રીની તપતી ગરમીમાં ૬ કલાક સુધી સ્ટેડિયમમાં બેસી રહેવું પડશે.
અમેરિકાના પ્રથમ પરિવારની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અમેરિકન સિક્રેટ સર્વિસને સોંપવામાં આવી છે. ભારતીય લાઈઝનિંગ અધિકારીઓને તેમના સુધી પહોંચ આપવામાં આવી છે. બીજા રાઉન્ડમાં એનએસજી, ચેતક કમાન્ડો, અર્ધ સૈનિક બળ અને અંતે બહારની સુરક્ષાની જોવાની જવાબદારી ગુજરાત, ઉત્તર પ્રદેશ અને દિલ્હી પોલીસના ૨૫ હજાર જવાનોની રહેશે. ટ્રમ્પની કલાક દીઠ સુરક્ષામાં દોઢ કરોડ અને ૩૬ કલાકની સુરક્ષા માટે રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Related posts

નડીઆદ : દુબઈથી પરત ફરતા પટેલ પરિવારને નડ્યો અકસ્માત : માતા-પિતા અને પુત્રનું મોત…

Charotar Sandesh

માંડવી તાલુકાના નાના ગામની પુત્રવધુ ન્યુજર્સીમાં પ્રથમ ભારતીય જજ બની

Charotar Sandesh

૧૦૮ એમ્બ્યુલન્સે ૧ કરોડની જિંદગી બચાવી, ૩૫ લાખ મહિલાઓની પ્રસુતિ કરાવી…

Charotar Sandesh