Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાએ એટલાન્ટિક મહાસાગરમાં સબમરીન મિસાઇલ ટ્રાઇડન્ટ-૨નું સફળ પરિક્ષણ કર્યું…

USA : રશિયા અને ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે અમેરિકાએ એટલાન્ટિક મહાસાગરમાં તેની સબમરીન મિસાઇલ ટ્રાઇડન્ટ -૨નું સફળ પરીક્ષણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પરમાણુ હથિયાર વહન કરવામાં સક્ષમ મિસાઇલ ૮ હજાર કિલોમીટર સુધી વિનાશ સર્જી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાઇડન્ટ મિસાઇલનું ફ્લોરિડાના દરિયાકાંઠેથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ પરીક્ષણ દરમિયાન મિસાઈલે આશરે ૮૨૦૦ કિમીનો સફર તય કર્યો. મિસાઇલ લોન્ચ સમયે ફ્લોરિડામાં સાંજ હતી અને લોકોને લાગ્યું કે ધૂમકેતુ ધૂમાડો છોડી રહ્યું છે. અમેરિકાએ આ પરીક્ષણ એવા સમયે કર્યું છે જ્યારે રશિયા અને ચીન સાથે તેનું તણાવ વધ્યું છે. સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દુશ્મનના હુમલા પછી યુએસ અને બ્રિટનની જવાબી કાર્યવાહી કરવાની ક્ષમતાની ચકાસણી કરવા માટે આ મિસાઇલ પરીક્ષણ નિર્ણાયક હતું.
જો કે, હજી સુધી આ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ટ્રાઈડન્ટ ૨ મિસાઈલને અમેરિકા અથવા બ્રિટેનમાંથી કોની સબમરીનથી લોન્ચ કરવામાં આવ્યું છે. અમેરિકા પોતાની મિસાઈલોનું પરીક્ષણ ઘણી વખત પ્રશાંત મહાસાગરમાં કરે છે. તાજેતરમાં ફ્રાન્સે પણ એટલાન્ટિક મહાસાગરમાં તેની એક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં યુકે નેવી દ્વારા આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે અસફળ રહ્યું હતું.
ટ્રાઇડન્ટ -૨ એ અમેરિકાની સૌથી ખતરનાક મિસાઇલોમાંની એક છે. સબમરીનથી ચાલતી આ મિસાઇલ પરમાણુ હથિયાર વહન કરવામાં સક્ષમ છે. નિષ્ણાંતોના મતે, યુ.એસ. દર વર્ષે આ મિસાઇલનું પરીક્ષણ કરે છે. યુ.એસ.એ પહેલાથી જ મિસાઇલ પરીક્ષણ માટે ચેતવણી આપી હતી. યુએસ નેવીએ તેની સબમરીન પર એક હજાર પરમાણુ શસ્ત્રો તૈનાત કર્યા છે.

  • Nilesh Patel

Related posts

આઇએમએફને પાક પર વિશ્વાસ નહીંઃ બેલઆઉટ પેકેજ માટે ચીનની ગેરંટી માંગી

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ G7ના તમામ દેશોના નેતાઓને ભારત તરફથી અનોખી ભેટ આપી, જુઓ વિગત

Charotar Sandesh

કોરોનાની દવા લીધા બાદ ટ્રમ્પે કહ્યું – હું ‘સુપરમેન’ જેવું અનુભવું છું…

Charotar Sandesh