USA : અમેરિકામાં કોરોના વાયરસને કહેર સતત વધી રહ્યો છે. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૭ લાખથી વધારે થઈ ગઈ છે અને મૃત્યુઆંક ૧ લાખને પાર થઈ ગયો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના આંકડા પર નજર રાખનારી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં બુધવારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૭,૨૫,૨૭૫ થઈ ગઈ છે જ્યારે ૧,૦૦,૫૭૨ લોકોના મોત થયા છે.
અમેરિકામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. બ્રાઝીલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૩,૯૪,૫૦૭ થઈ ગયા છે અને ૨૪,૫૯૩ લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.
રશિયામાં પણ કોરોના વાયરસથી ૩,૬૨,૩૪૨ લોકો સંક્રમિત થઈ ગયા છે જ્યારે ૩,૮૦૭ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જો કે પશ્ચિમ દેશો રશિયામાં મૃત્યુઆંકને લઈને સવાલ ઉભા કરી રહ્યા છે.
- Yash Patel