Charotar Sandesh
ઈન્ડિયા

અર્થવ્યવસ્થાને સુધારવી હોય તો ઉદ્યોગપતિના ટેક્સ માફ ન કરો : રાહુલ ગાંધી

હું મહિનાઓથી કહી રહ્યો હતો તે આરબીઆઇએ માન્યુ…

ન્યુ દિલ્હી : દેશની અર્થવ્યવસ્થા મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર પર વધુ એક પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે “હું મહિનાઓથી કહી રહ્યો હતો હવે RBIએ પણ માન્યું છે. RBIના વાર્ષિક રિપોર્ટને ટાંકીને રાહુલ ગાંધીએ કેન્દ્રને સલાહ આપી છે. જાણો રાહુલ ગાંધીએ શું સલાહ આપી છે.
રાહુલે બુધવારે ટ્‌વીટ કરી રહ્યું કે, ‘આરબીઆઈએ હવે પુષ્ટિ કરી દીધી છે કે જેની હું મે મહિનામાં ચતવણી આપી રહ્યો હતો. સરકારે હવે વધુ ખર્ચાઓ કરવાની જરૂર નથી. લોન આપવાની જરુર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગપતિના ટેક્સ માફ ન કરો. ખપતના માધ્યમથી અર્થવ્યવસ્થાને ફરી શરુ કરો. મીડિયાના માધ્યમથી ધ્યાન ભંગ કરવાથી ન તો ગરીબોની મદદ થશે અને આર્થિક સંકટ દુર થશે.’
એક ટ્‌વીટ સાથે રાહુલ ગાંધીએ એક અખબરાના સમાચાર શેર કર્યા છે. જેમાં આરબીઆઈનો રિપોર્ટ અંગે લખાયુ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ખપતને ગંભીર ઝટકો લાગ્યો છે. ગરીબોને વધારે નુકાસાન પહોંચ્યું છે. આવામાં અર્થવ્યવસ્થાને પાટા પર પાછા ફરવામાં વધારે સમય લાગશે.

Related posts

દેશમાં ૨૦મેથી ઓછું થવા લાગશે કોરોના સંક્રમણ, આઇઆઇટીના પ્રોફેસરનો દાવો…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં લોકડાઉન ૧ જૂન સુધી લંબાવાયું : એન્ટ્રી માટે નેગેટિવ રિપોર્ટ ફરજિયાત…

Charotar Sandesh

ટિ્‌વટર પર વડાપ્રધાન મોદીનો દબદબો : ફોલોઅર્સ ૬ કરોડ થયા…

Charotar Sandesh