Charotar Sandesh
ગુજરાત

અશાંતધારા કાયદાનો ભંગ કરનારને ૩ થી ૫ વર્ષની થશે જેલ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી…

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાગૃહમાં ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાપન મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવાથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબતનો સુધારા વિધેયક વર્ષ ૨૦૧૯માં પાસ કરવામાં આવ્યું હતું. હવે આ કાયદાને દેશના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે.
અશાંતધારા કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. આ કાયદો ગુજરાત વિધાનસભામાં પાસ કરાયો હતો. આ મામલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, હવેથી મિલકતની ગેરકાયદે તબદિલી પર રોક લાગી જશે અને અશાંતગ્રસ્ત વિસ્તાર નક્કી કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, હવેથી અશાંત ધારાનો ભંગ કરનારને ૩-૫ વર્ષની જેલ અને એક લાખની દંડની જોગવાઈ કરાઈ છે.
આ વિધેયકથી અશાંત વિસ્તારમાં મિલકતની ફેરબદલી પર પ્રતિબંધ, પ્રતિબંધના ચુસ્ત અમલ માટે સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ કોંગ્રેસના સમયમાં બિલ પસાર કરાયુ હતું બાદમાં ૧૯૯૧માં પસાર થયુ હતું. અશાંત ધારાનો કેટલાક લોકો છટકબારીનો ગેરલાભ લેતા હતા. પરંતુ મલિન ઇરાદા વાળા કોઈ સમુદાયને હેરાન ન કરી શકે માટે આ વિધેયર પસાર કરવામાં આવ્યું હતું. પહેલા અશાંત ધાકાવાળા વિસ્તારમાં ૧૦૦ રુપીયાના સ્ટેંમ્પ પર ખરીદ વેચાણ થતુ હતુ સીધા જઈને નોંધણી થતી હતી પરંતુ હવે હવે પહેલા કલેકટર પાસે જવુ ફરજીયાત બની રહેશે.
કોમી તોફાનો પછી મિલકતોની ખરીદ-વેચાણની ફરિયાદો વધી જતી હતી. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો.

Related posts

ગ્રામ પંચાયતની ચુંટણી બાદ મત ગણતરી સમયે પેટીમાંથી ચિઠ્ઠીઓ નીકળી : જાણો શું લખ્યું હતું ચિઠ્ઠીમાં !

Charotar Sandesh

ઉકાઈમાંથી સતત ત્રીજા દિવસે પાણી છોડાયું, ડેમના ૧૩ દરવાજા ૮.૫ ફૂટ ખોલાયા…

Charotar Sandesh

ગુજરાત યુનિનો ત્રીજીવાર પરીક્ષા કાર્યક્રમ જાહેર, બે તબક્કામાં યોજાશે ઓફલાઈન પરીક્ષા…

Charotar Sandesh