Charotar Sandesh
ગુજરાત

આ ખોટું છે : મંત્રી જયેશ રાદરિયા ભૂલ્યા કોરોના, નિયમોના ઉડાડ્યા ધજાગરા…

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને તંત્ર એક્શનમાં આવી ગયું છે. સાથે પોલીસ તંત્ર દ્વારા પણ જાહેરમાં માસ્ક વગર ફરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. પરંતુ શું આ નિયમો સામાન્ય નાગરિકો માટે જ છે. નેતાઓ, મંત્રીઓ ખુલ્લેઆમ ફરી શકે છે? હાલ સરકારની ગાઇડલાઇનના પાલન ન કરવા બદલ મંત્રી જયેશ રાદડિયાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા તેમણે ન તો માસ્ક પહેર્યુ છે અને ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું છે અને બિન્દાસ્ત ગરબે ઘૂમી રહ્યા છે.
સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર તંત્રને શરમસાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઇને તમને પણ પ્રશ્ન થશે કે સરકારના નિયમો ફક્ત સામાન્ય નાગરિકો માટે જ છે. નેતાઓ, મંત્રીઓ કે સરકારી બાબુઓને આ નિયમો સાથે કોઇ લેવા દેવા નથી. ગુજરાતના મંત્રીઓને કાયદો નડતો નથી, ગરબા પર રાત્રિ સમયે પ્રતિબંધ હોવા છતાં ગરબા મંત્રી જયેશ રાદડિયા ગરબે ગુમી રહ્યા છે.
કોરોનાની મહામારી વચ્ચે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો ગરબે ઘૂમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેઓ પોતાના મિત્ર કેતન કોયાણીનીની દિકરીના લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. સાસણ-ગીરના વિશાલ ગ્રીનવુડ રિસોર્ટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે દરમ્યાન તેઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગરબે ઘૂમ્યા હતા. ત્યારે સામાન્ય લોકો પાસે દંડ વસૂલતા અધિકારીઓ શું હવે આ મંત્રીઓ પાસે પણ દંડ વસૂલશે?

Related posts

કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા ભીષણ આગ : એકનું મોત…

Charotar Sandesh

રાજ્યના આ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ : ખેડૂતો ચિંતીત

Charotar Sandesh

સિવિલમાં કોરોનાનો કહેર : કોરોનાથી વધુ ૧૨નાં મોત થતા ચકચાર…

Charotar Sandesh