Charotar Sandesh
ઈન્ડિયા

આઇડિયા-વોડાફોનની મોટી ઘોષણા : નામ બદલીને VI કર્યું…

ન્યુ દિલ્હી : વોડાફોન આઈડિયા લિમિટેડે સોમવારે એક મોટું એલાન કર્યું છે. કંપનીએ સોમવારે પોતાની બ્રાન્ડ રિલોન્ચ કરી છે. કંપનીએ VIના રૂપમાં પોતાની રીતે જ રીબ્રાન્ડ કરી છે. આ રીતે કંપનીએ લોકોની વચ્ચે પોતાની એક નવી જ ઓળખાણ બનાવવાની કોશિશ કરી છે. ઓગસ્ટ ૨૦૧૮માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરના વિલયથી બનેલી વોડાફોન આઈડિયા લિમિટેડે એક નવી બ્રાન્ડની ઘોષણા કરી છે. કંપની આ સમયે એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. જેની પેરેન્ટ કંપની વોડાફોન ગ્રૃપ પણ કોઈ પણ વધારેનું ફંડ આપવા તૈયાર નથી.

અધિકારીઓએ કહ્યું કે, આ નવી બ્રાન્ડને લાવવા પાછળનો ઉદ્દેશ કોલ્સની સારી ગુણવત્તા અને તેના સાથે જોડાયેલી સેવાઓને ઉત્કૃષ્ટતા નક્કી કરવાનો છે. આ બ્રાન્ડ મારફતે કંપની બ્રાન્ડ હેઠળ ઉચ્ચ ગુણવત્તાના વાયદા પર ગ્રાહકોના એક નવા વર્ગને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ કંપની આ બ્રાન્ડને લઈને પોતાના ઘટી રહેલા યુઝર બેઝને રોકવા માગે છે.

આદિત્ય બિરલા ગ્રૃપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે, વોડાફોન અને આઈડિયા બંનેના નેટવર્ક અનુભવ, ગ્રામીણ કનેક્ટિવિટી, ગ્રાહક સેવા, ઉદ્યમ ગતિશીલતા સમાધાન અને અન્ય માપદંડો પર સ્થાપિત કરેલા છે. ૯૦ના દાયકાના મધ્યથી વોડાફોન અને આઈડિયા બંનેએ વિભિન્ન અવતારોમાં સેક્ટરના વિકાસને ગતિ આપી છે. અમે ડિજિટલ અર્થવ્યવસ્થાને આગળ લઈ જવાની દિશામાં કામ કરી રહ્યા છીએ અને તેને ગતિ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પ્રસંગ પર કંપનીએ ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારાના સંકેત પણ આપી દીધા છે. તો વોડાફોન આઈડિયા લિમિટેડના સીઈઓ રવિન્દ્ર ટક્કરે કહ્યું કે, કંપની ટેરિફમાં વધારા માટે તૈયાર છે. નવા ટેરિફથી કંપનીને SRPU સુધારવામાં મદદ મળશે. તે હાલ ૧૧૪ રૂપિયા છે જ્યારે એરટેલ અને જિયોનો SRPU ક્રમશઃ ૧૫૭ રૂપિયા અને ૧૪૦ રૂપિયા છે.

Related posts

કોરોનાની રસી આપવા દેશભરમાં મતદાન મથકની જેમ વેક્સિન મથક બનાવાશે…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે, તેમને સારવારની જરૂર

Charotar Sandesh

મ.પ્રદેશના ઝાબુઆમાં ગામવાળાએ તાલિબાની સજા આપી મહિલાને ભારે પડ્યા લગ્નેત્તર સંબંધોઃ પતિને ખભા પર બેસાડી ગામમાં ફરવાની સજા આપી

Charotar Sandesh