Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈપીએલમાં તક ન મળતા ભારતીય ક્રિકેટર કરન તિવારીએ કર્યો આપઘાત…

ન્યુ દિલ્હી : આગામી મહિને યુએઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન શરૂ થશે. દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર આ સૌથી મોટી ટી૨૦ લીગ પર છે. આ લીગ દરેક યુવા ખેલાડી માટે ખૂબ જ મહત્વની હોય છે કારણ કે આને નેશનલ ટીમ અને ઇન્ટરનેશનલ લેવલમાં એન્ટ્રી અથવા વાપસીના એક માર્ગના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આઈપીએલના માધ્યમથી ભારતીય ક્રિકેટ ટીમને પણ ઘણા યુવા ખેલાડી મળ્યા છે. આ કારણે છેલ્લા એક દાયકાથી દરેક યુવા ખેલાડીની કોશિશ આ પ્રકારની ટુર્નામેન્ટમાં રમવાની હોય છે.
જેથી પોતાનું હુનર બતાવી શકે અને નેશનલ ટીમ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતા મેળવી શકે. પરંતુ બીજી તરફ આ ટુર્નામેન્ટમાં શામેલ ન થવા પર કેટલાય ખેલાડીઓને પોતાનું કરિયર સમાપ્ત થતું દેખાય છે. એવું જ કંઈક બન્યું ૨૭ વર્ષના ભારતીય ક્રિકેટર કરન રાધેશ્યામ તિવારી સાથે. જેને આઈપીએલમાં તક ન મળતા એક મોટું પગલું ભર્યું. મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના મલાડમાં આવેલ ગોકુલધામ શૈયાબ સોસાયટીમાં રહેતા કરન રાધેશ્યામ તિવારીએ મોડી રાતે પોતાના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. હાલ પોલીસે છડ્ઢઇ હેઠળ મામલો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ પ્રમાણે કરન આઈપીએલમાં તક ન મળતા ખૂબ નિરાશ હતો. કરનના એક મિત્રે તેની બહેન જે મુંબઈમાં રહે છે તેને આ અંગે માહિતી આપી હતી. કોરોના મહામારીમાં ક્રિકેટ બંધ હતું ત્યારે કરન ડિપ્રેશનમાં ગયો અને આ કારણે તેણે આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રારંભિક તપાસમાં સામે આવી છે.

Related posts

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ઈંગ્લેન્ડે નવા ખેલાડીઓને આપી તક…

Charotar Sandesh

અમને ફાયદો થશે તો કરાર તોડવા વિચારીશું…

Charotar Sandesh

કોહલીની ટીમ ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા સક્ષમ છે : બ્રાયન લારા

Charotar Sandesh